Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જામનગર જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે : ધનસુખભાઇ ભંડેરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૭ : જામનગરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુ મત મળ્યા બાદ જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે જામનગર જિલ્લામાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જે.પી.નડ્ડા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી કામો ને લઈને ગુજરાત સરકારની વિજયભાઈ રૂપાણીની વડપણ હેઠળની રાજ્ય સરકારના છેવાડાના લોકોના વિકાસ કાર્યો કરવાની નેમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપેલા ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ નારાને લઈને લોકો વચ્ચે જિલ્લા ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો છે.

ધનસુખભાઇ ભંડેરી સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપની ટીમ સાથે ચોમેર ગ્રામ્ય પંથકમાં ભાજપ તરફી વાતાવરણ બન્યું છે ત્યારે આવનારી જિલ્લા તાલુકા પંચાયતની જામનગર ની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવું લાગી રહ્યું છે.

(2:52 pm IST)
  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST

  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST