Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. એસ.એન.ચુડાસમાનું સન્‍માન

જુનાગઢ  : પヘમિ કચ્‍છ ભુજ જીલ્લામાં ભુજ એલ.સી.બી.પી.આઇ.તરીકે ફરજ બજાવતા સંદિપસિંહ નરેન્‍દ્રસિંહ ચુડાસમાએ માંડવી ૭ વર્ષના અપહરણ થયેલ બાળકને આરોપી સાથે ઉતર પ્રદેશથી પકડી પાડેલ તથા માધાપર પોસ્‍ટેના લૂંટનો ગુન્‍હો તથા ઘરફોડ ચોરીઓ કુલ ૬ તથા ૧૦ વાહન ચોરીઓ તથા૧ર કેબલ વાયર ચોરીઓ શોધી કાઢવા બદલ તેમજ ગુજરાત વિધાન સભા સામાન્‍ય ચુંટણીમાં વિશિષ્‍ટ કામગીરી કરવા બદલ જીલ્લા પોલીસનું નામ રોશન કરવા બદલ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કલેકટરશ્રી દિલીપ રાણાના હસ્‍તે સન્‍માન પત્ર એનાયત કરી સન્‍માન કરાયું હતું ત્‍યારે એસ.પી.સૌરભ સિંઘએ પણ અભિનંદન પાઠવ્‍યા હતા (અહેવલા વિનુ જોષી જુનાગઢ)

(1:46 pm IST)