Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સતર (મોરબી) પ્રાથમીક શાળામાં પ્રજાસતાક પર્વ નિમિતે ‘મા-બાપને ભુલશો નહી' કરૂણાસભર નાટક રજ

૨૬ મી જાન્‍યુઆરી ર૦ર૩ પ્રજાસતાક દિવસના શુભ અવસર નિમિતે શ્રી સાપર પ્રાથમીક શાળામાં વિવિધ સંસ્‍કૃતિ કાર્યક્રમો રજુ કરવામાં આવ્‍યા હતા. જેમાં ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ અને નાટકના સુત્રધાર શાળાના આચાર્યશ્રી કાલરીયા જયેશભાઇ દ્વારા કરૂણાસભર ૧ કલાકનું નાટક ‘મા-બાપને ભુલશો નહી' અભિનય કરી તમામ ગ્રામજનોની આંખો અશ્રુભીની કરતુ સફળ અભિવ્‍યકિત કરી તમામને મંત્રમુગ્‍ધ કરવામાં સફળતા મેળવી હતી. ગામના સરપંચશ્રી જાડેજા રવીરાજસિંહ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ૧ર૦૦૦ રૂપીયાની શૈક્ષણીક કીટનું ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્‍સાહીત કર્યા હતા.

(12:10 pm IST)