Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કર્મનિષ્ઠ સ્વ. સવજીભાઈ કોરાટના જીવન સંસ્કારોને આપણા જીવનમાં ઉતારી સત્કર્મોના સહભાગી બનીએ : કિરીટસિંહ રાણા

જેતપુર ખાતે સ્વ સવજીભાઈ કોરાટ ની 23 મી પુણ્ય તિથિ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકાર્યો યોજાયા

(કેતન ઓઝા દ્વારા)જેતપુરતા.૨૬ : જેતપુરના પનોતા પુત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ -સવજીભાઈ કોરાટ ની 23 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, વેક્સિનેશન કેમ્પ ,પશુ સારવાર કેમ્પ,  જેવા અનેક સેવાકીય કાર્યક્રમો વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ની ઉપસ્થિતિમાં યોજાયેલા 

આ કાર્યક્રમો ને સાંસદ  રમેશભાઈ ધડુક  પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તેમજ યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ની ઉપસ્થિતિમાં  વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ દીપ પ્રાગટ્ય કરી ને વિવિધ સેવા કાર્યો નો શુભારંભ કરાવ્યો હતો ,

આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ  જણાવ્યું હતું કે વ્યક્તિ કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી કેવું જીવ્યા એ અગત્યનું છે સ્વ -સવજીભાઈ કોરાટ હંમેશા લોકોના હૃદયમાં રહ્યા છે તેમની ૨૩ મી વાર્ષિક  પુણ્યતિથિ નિમિત્તે તેમના વિચારો અને સદભાવ સત્કર્મોનું કાર્ય આજે પણ જેતપુર પંથકમાં થતું રહે છે તે સવજીભાઈ કોરાટ ના કર્મનિષ્ઠ કાર્યો અને સંસ્કાર ની પ્રતીતિ કરાવે છે આ અણીશુદ્ધ પ્રમાણિક વિરલ સ્વ સવજીભાઈ કોરાટ ના કર્મનિષ્ઠ વિચારો અને  સંસ્કાર સાથે ના  -સત્કાર્યો ને જીવન માં ઉતારી સેવા કાર્યો ના સહભાગી બનીએ તેજ એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે .

આ પ્રસંગે સાંસદ રમેશ ભાઈ ધડુકે  સવજી ભાઈ કોરાટ એક આદર્શ રાજકીય  લોક સેવક હતા. આજે તેમની ગેર હાજરી ને 23 વર્ષ થવા છતાં લોકોના હ્યદયમાં વસ્યા છે એમ જણાવ્યું હતું.

પૂર્વ મંત્રી  અને ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા એ સવજીભાઈ કોરાટ ને શ્ર્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે એ જેતપુર ના પનોત્ત પુત્ર હતા એમણે હમેશા છેવાડાના માનવી સુધી ની ચિંતા કરી લોક કલ્યાણ કર્યો ને જીવન કાર્ય બનાવ્યા હતા 

આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરીયા એ કહ્યું કે સ્વ સવજીભાઈ કોરાટ ના જીવન મૂલ્યો થી પ્રેરણા લઈને વધુ માં વધુ સેવા અને લોક કલ્યાણ -સુખાકારી ના કર્યો કરીએ એજ સાચી શ્રદ્ધાંજલિ છે 

આ પ્રસંગે અગ્રણી મનસુખ ભાઈ ખાચરિયાં, પી જી ક્યાડા, વેલજીભાઈ સરવૈયા, રમેશભાઈ જોગી, સુભાષભાઈ બાંભરોલિયા, પ્રતિપાલસિંહ જાડેજા, ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ભૂવા, ભીખુભાઈ ભેડા, વજુભાઈ કોઠારી સહિત મહાનુભાવોએ તેમના જીવનને યાદ કરી  સ્વ સવજીભાઈ કોરાટ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી 

આ પ્રસંગે બી જે પી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ એ  સર્વે ને આવકરેલ અને આ સેવા કાર્યો માટે આવેલ ડોકટરો , રક્ત દાતા શ્રી ને બિરદાવ્યા હતા અને મહાનુભાવો,કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

આ પ્રસંગે પૂર્વ મંત્રી, જશુબેન કોરાટ, સુરેશભાઈ સખરેલીયા, જેન્તીભાઈ રામોલિયા, રાજુભાઈ પટેલ જયસુખભાઈ ગુજરાતી, રાજુભાઈ ઉસદડિયા, ચંદુભા જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 કાર્યક્રમ નું સંચાલન કિશોરભાઈ શાહે કર્યું હતું.

(4:11 pm IST)