Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની જહેમતથી વોકીંગ પ્લાઝાની કાયાપલટઃ સુકાતા વૃક્ષોને જીવતદાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની જહેમત અને જાગૃતિથી શહેરના વોર્કીંગ પ્લાઝાની કાયાપલટ નગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પોરબંદરનાં પ્રમુખ ભરતભાઇ રૂઘાણી જણાવે છે કે છેલ્લા ર મહિનાથી પાણી વગર સુકાતા મુર્જાતા વૃક્ષો કેમ બચાવવા તે યક્ષ પ્રશ્ન હતો, અનેક ઉપાયો અને રજૂઆતો છતાં કોઇ નકકર કામ થતું ના હતું તે દરમ્યાન ભરતભાઇ રૂઘાણીએ પોરબંદર નગરપાલિકાનાં ગાર્ડન વિભાગના ચેરમેન હાર્દિકભાઇ લાખાણીનો સંપર્ક કરી વોર્કિંગ પ્લાઝાની હૃદયદ્રાવક સ્થિતિની હકિકત જણાવી યોગ્ય કરવાની રજૂઆત કરતાં હાર્દિકભાઇએ ૧૦૮ જેવી તત્પરતા દાખવી ઓન ધ સ્પોટ ગાર્ડનને લાગતાં વળગતા વિભાગોમાં તાત્કાલીક ટેલીફોનીક સંપર્ક કરી સુચના આપતાં જ બીજે જ દિવસે વૃક્ષોને પાણી આપતા જીવતદાન મળી ગયુ અને સુકાતાં વૃક્ષોને નવજીવન આપ્યું છે.

ઘણા સમયથી મુલાકાતઓને નડતરૂપ વૃક્ષોની વધી ગયેલ નકામી ડાળીઓનું કટીંગ પણ કરાવી આપ્યું તેમજ વધી ગયેલ ડાળીઓ લાઇટોના પ્રકાશને રોકી દેતી હોઇ આજુ બાજુના રહેવાસીઓની અંધારું પડતું હોવાની ફરીયાદ પણ દૂર કરી છે. તેમજ જે લાઇટો બંધ હશે તે પણ તાત્કાલીક ધોરણે ચાલુ કરાવી દેવાની હાર્દિકભાઇએ ખાતરી આપેલી છે.

(12:45 pm IST)