Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અમરેલી અમદાવાદ વોલ્વો તેમજ અમરેલી ગાંધીનગર સાદી બસ શરૂ કરો

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે વાહન વ્યવહાર મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૬ : રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોરોના મહામારીમાં એસટી ના ઘણા બધા મહત્ત્વના એસટી રૂટ બંધ કરવામાં આવ્યા હતા જે હજુ શરૂ નહીં કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે.

ઙ્ગત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી અમદાવાદની સવારે ૫/૩૦ કલાકે ઉપડતી અમરેલી- અમદાવાદ વોલ્વો એસટી બસ કોરોના કારણે બંધ કરવામાં આવી હતી જે હજુ શરૂ કરવામાં આવી નથી તેમજ એક અમરેલી ગાંધીનગર સાદી બસ જે સવારે ૪/૩૦ કલાકે ઉપડતી હતી તે પણ બંધ કર્યા બાદ હજુ સુધી શરૂ નહીં કરવામાં આવતા અમરેલી ના મુસાફરોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. આ રૂટની એસ ટી બસ પુનઃ શરૂ કરવામાં આવે તે માટે રાજયના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં એસ ટી ડેમોમાં મુલાકાત દરમિયાન મોટાભાગના મુસાફરો દ્વારા બંધ થયેલ એસ ટી બસ રૂટ ની રજુઆત કરવામાં આવેલ હતી અને ગત ૨૦ નવેમ્બરમાં જિલ્લા સંકલિતની બેઠકમાં પણ રજુઆત કરવામાં આવી હતી.

અમરેલી અમદાવાદ અને અમરેલી ગાંધીનગર એસટી બસ જિલ્લાના મથકની અતિ મહત્વની બસ છે કારણ કે લોકો સમય મર્યાદામાં સ્થળપર આવન જાવન કરી પોતાના કાર્ય કરી શકે છે ત્યારે આ રૂટની બસ શરૂ કરવામાં આવે તે જરૂરી છે તે ઉપરાંત ગ્રામ્ય રૂટ સુરત વડોદરા તેમજ નાના-મોટાઙ્ગ રદ કર્યાઙ્ગ તે તમામ રૂટ શરૂ કરવા માંગણી કરી છે અમરેલી એસ ટી ડિવિઝનમાંઙ્ગડીસી ની જગ્યા સહિત મહત્વના સ્ટાફની જગ્યા પણ ખાલી છે જે સમય મર્યાદામાં ભરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવેલ છે.

(12:43 pm IST)