Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગઢપુરધામ શ્રી સ્વામીનારાયણ મંદિરે રવિવારથી શ્રીમદ્દ સત્સંગી જીવન કથા

વાંકાનેર તા. ર૬ : શ્રી સ્વામીનારાયણ મંદિર ગઢપુરધામને આગણે શ્રી વિરૂફયબાની (પ૦ મી) પૂણ્યતિથી નિમિતે ર૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી 'સ્મૃતિ મહોત્સવ અંતર્ગત'  શ્રીમદ્દ સત્સંગીજીવન કથા કથા વા.ર૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર-ર૦ર૧ સુધી આયોજન કરવામાં આવેલ છે.

જેકથાનો સમય સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ તથા બપોરે ૩-૩૦ થી ૬-૩૦ રાખેલ છે જેમાં વકતાપદે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાજી સ્વામી (અથાણાવાળા), બિરાજશે આ ઉપરાંત શ્રીગોપીનાથજી મહારાજને પ્રાવાલિ બેંક તથા ફુટનો અન્નકોટ ભવ્ય પોથી યાત્રા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ- શ્રી ગાદીપટ્ટાલિ બેંક-શ્રી ગઢપુર આગમન ઉત્સવ અન્ન કુટોત્સવ વગેરે કાર્યક્રમ થશે સ્મૃતિ મહોત્સવના મુખ્ય યજમાન પ.ભ.શ્રી પંકજભાઇ પટેલ (વડોદરા) છ.ે

આયોજક સાંખ્યયોગી કાંતાબેન ગુરૂ સાંખ્યયોગી વિરૂફયબા મારૂતિભવન, શ્રી સ્વામીનારાયણ મંદિર સામેની ગણી ગઢડા (સ્વામીના) જી.બોટાદ) ખાતે હરિભકતજનોને લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

(11:41 am IST)