Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડાના શ્રીમહંત દિગંબર લાલુગિરિજી મહારાજ જુનાગઢ ભવનાથ ખાતે શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના ગાદીપતિ તરીકે ચાદર વિધિ સમારોહ યોજાયો

મહંત શ્રી જય ગીરી મહારાજના ષોડશી ભંડારા મહોત્સવમા મોટી સંખ્યામાં સંતો મહંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા: મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ગુજરાત નિવૃત્ત પોલીસ વડા ડી.જી.વણઝારા શેરનાથબાપુ મહામંડલેશ્વર શ્રદ્ધાનંદ ગીરીબાપુ મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ડેપ્યુટી એસપી ડામોર સાહેબ સહિતના આગેવાનો અધિકારીઓ સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી જન્માષ્ટમી મેલા ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રીમંહત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજની શ્રીસંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા જુનાગઢ દામોદર કુંડ ભવનાથ સામે આવેલ જોગણીયા ડુંગર માં શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના મહંત બ્રહ્મલીન શ્રી જયગીરીજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમના ઉતરાધી તરીકે જાહેર કરતા
જુનાગઢ ભવનાથ શ્રી સંભુ પંચ દશનામ આહવાન અખાડા તેમજ વિવિધ અખાડાઓના માધ્યમથી શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા મહંતશ્રી બ્રહ્મલીન જયગિરિજી મહારાજ ના સોડસી ભંડારા મહોત્સવ તેમજ મહંત શ્રી દિગંબર લાલજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગરજી મહારાજનો ષોડશી ભંડારા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા મહંતશ્રી જય ગીરીજી મહારાજ ના સોડસી ભંડારા મહોત્સવ તેમજ મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગર જી મહારાજ ની ચાદર વિધિ મહોત્સવ જૂનાગઢના ભવનાથ શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ની ચાદર વિધિ સમારોહ માં શ્રી સંભુ પંચ દશનામ આહવાના અખાડા ભવનાથ તેમજ ભારતભરના વિદ્વાન સંતોની હાજરીમાં યોજાયો હતો

 આ પ્રસંગે જુનાગઢ ભારતી આશ્રમ ના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ તેમજ જુનાગઢ ત્રિલોક આશ્રમ ના શ્રીમંત શેરનાથબાપુ તેમજ મહામંડલેશ્વર પંચનાથ મહાદેવ ના શ્રી શ્રદ્ધાનંદગરી મહારાજ તેમજ જુનાગઢ ભવનાથ સાધુ સમાજના અગ્રણી સંત શ્રી મહાદેવ ગીરીબાપુ તેમજ ચમકદાર ઘરમાંથી વૈદ અખાડાના મહામંડલેશ્વર શ્રીમંતો શ્રી દિગંબર સાધુઓ સહિત રાજકોટ ગોંડલ અને જુનાગઢ મંડળના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભંડારા મહોત્સવ સાથે સાથે ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ને વિવિધ સંતો દ્વારા ચાદર વિધિ મહોત્સવ યોજાયો હતો
આ પ્રસંગે તમામ સંત આવતી જુનાગઢ ભવનાથના સાધુ સમાજના અગ્રણી સંત શ્રી મહાદેવ ગીરી મહારાજ જણાવેલ કે આજે જુનાગઢ ભવનાથ ખાતે આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના મહંત જય ગીરીજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમનો ષોડશી ભંડારો આજે રાખવામાં આવ્યો હતો તેમજ ધોરાજી ચેતન હનુમાનજી આહવાન અખાડા ના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ને શ્રી સંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા શાંતેશ્વર મહાદેવ આશ્રમના ઉત્તરાધિકારી તરીકે ગાદીપતિ શ્રી મહંત તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને તેમની ચાદર વિધિ મહોત્સવ રાખવામાં આવેલ

 આ પ્રસંગે સાધુ સમાજના તમામ અખાડાઓ હતી મહામંડલેશ્વર તેમજ અનેક મહંતો સંતો દેશભરમાંથી સિદ્ધ સંતો પધાર્યા હતા અને તેઓને હાજરીમાં સાદર વિધિ સમારોહ યોજાયો હતો આ સમયે જુનાગઢ ભવનાથ શાંતેશ્વર મહાદેવ આશ્રમના ગાદીપતિ શ્રી મહંત તરીકે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ની નિમણૂક વૈદિક મંત્રોચ્ચાર સાથે જાદવ વિધિ દ્વારા કરવામાં આવી હતી
આ સમયે ભારતી આશ્રમ ના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ત્રિલોક આશ્રમ ભવનાથ ના શેરનાથબાપુ શ્રી મહાદેવ ગીરીબાપુ વિગેરે સાધુ-સંતોએ વિવિધ અખાડાના મહંત શ્રી ઓએ ચાદર વિધિ સાથે અખાડા પરંપરા મુજબ આશીર્વાદ પાઠવ્યા હતા
આ સાથે રાષ્ટ્ર વંદના મંચ ના પ્રમુખ પૂર્વ પોલીસ વડા ડી.જી.વણઝારા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ
 રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જૂનાગઢ જિલ્લા માહિતી અધિકારી અર્જુન ભાઈ પરમાર જુનાગઢના ડેપ્યુટી એસપી ડામોર સાહેબ ઉદ્યોગપતિ નયન ભાઈ મકવાણા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ obc ભાજપના વરિષ્ઠ અગ્રણીવી.ડી.પટેલ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા અનિલભાઈ ઉંજીયા જેતપુરના પીએસઆઇ દેવશી ભાઈ બોરીચા જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા ભરતભાઈ બગડા વિઠ્ઠલભાઈ હિરપરા કૌશિકભાઇ વાગડિયા નયનભાઈ કુહાડીયા મનોજભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધોરાજી ચૈતન્ય હનુમાનજી પરિવાર તેમજ શાંતેશ્વર મહાદેવ મંદિર બનાવનાર પરિવાર તેમજ માખીયાળા નવદુર્ગા આશ્રમ મંદિર પરિવાર ના સેવકોએ ષોડશી ભંડારા તેમજ ચાદર વિધિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી

(8:35 pm IST)