Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

નાધેડી ગામના પાટીયા પાસેથી પિસ્ટલ, બે કાર્ટીશ સાથે ઝડપાયો

જામનગર, તા. રપ : એલ.સી.બી. સ્ટાફ રધુવીરસિંહ પરમાર, ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણા ને  મળેલ હકિકત આધારે આરોપી અજયગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી રહે. ગોકુલપુરી, મહાદેવ મંદિર સામે, સિકકા  ને નાધેડીગામના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ.રૂ. ર૫,૦૦૦/-  તથા જીવતા કાર્ટીસ નંગ-ર કિ.રૂ. ૨૦૦/- મળી કુલ રૂ. ર૫,ર૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ  પો. હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.  આર.બી.ગોજીયાએ હથિયાર ધારા મુજબ  કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર ઇસમને પિસ્ટલ તથા કાર્ટીશ વીરસિંગ રહે. આગ્રા યુ.પી. રાજય વાળાએ  આપેલ હોવાનુ જણાવેલ હોય, જેને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.     

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ.  આર.બી.ગોજીયા, પો.સ.ઇ.   બી.એમ. દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા. સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા.  ફીરોજભાઇ દલ. અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા,  હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા,  રઘુભા પરમાર, ધાનાભાઇ  મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા.  યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ  જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે .

(12:38 pm IST)