Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમરેલી અને રાજુલાના ર શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.  ર૬ :.. અમરેલી શહેર અને રાજૂલા તાલુકામાં રહેતા તથા જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોને પાસા હેઠળ ધકેલવાના આદેશ બાદ અમરેલી એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરીને વડોદરા તથા અમદાવાદની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજૂલાના વાવેરા ગામે રહેતા વલ્લભ પૂંજા સોલંકી અને અમરેલીના રામકુ નનાભાઇ માથાસુળીયા સામે પોલીસ દ્વારા તેને પાસા હેઠળ મોકલવા માટેની દરખસ્તા કરવામાં આવી હતી. જેને અમરેલી કલેકટર દ્વારા મંજૂરી અપાતા અમરેલી એલસીબીની ટીમ દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ કરાવવામાં આવી છે. આ બન્નેને પાસા હેઠળ અમદાવાદ અને વડોદરાની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે.

આપઘાત

સાવરકુંડલાના અમૃતવેલના રસ્તે આવેલ પોતાની વાડીમાં ખોડાભાઇ બેચરભાઇ નાકરાણી ઉ.૪૮ કોઇ અગમ્ય કારણોસર વાડીમાં કુવા કાંઠે આવેલ થાંભલા સાથે દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા. મોત નિપજયાનું નાનાભઇ રાહુલભાઇ બેચરભાઇ નાકરાણીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:54 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST

  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST