Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સોમનાથમાં દેવ-દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરાયો

સોમનાથ ટ્રસ્ટે કોવિડ ગાઇડલાઇનને લઈને આ મેળો રદ કરવાની જાહેરાત કરી

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટે કોવિડ ગાઇડલાઇનને લઈને આ મેળો રદ કરવાની જાહેરાત કરી છે.

સામાન્ય રીતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિવસ સુધી યોજાય છે. તેમજ આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જો કે આ વર્ષે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને આ મેળાનું આયોજન શક્ય નથી. જેના લીધે આ વર્ષે મેળો રદ કરવામાં આવ્યો છે.

જો કે હાલમાં જ પૂર્ણ થયેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પણ પાસ દ્વારા દર્શનાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ હવે કોરોના કેસ ઘટતા દર્શનાર્થીઓ માટે પાસ વિના પ્રવેશની શરૂઆત કરી છે.

(12:17 am IST)