Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગોંડલમાં માસ્કના દંડની રકમ સાંભળી એક વ્યકિત ચોધાર આંસુએ રડવા લાગ્યો

કોંગ્રેસે દંડની રકમમાં ઘટાડો કરવા રજુઆત કરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૬: ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિત નાઓ ને પત્ર લખી માંગ કરી હતી કે વર્તમાન સમયે વૈશ્વિક મંદીમાં ભારત પણ બાકાત રહ્યું નથી કોરોનાએ દેશ અને ગુજરાતના લોકોની આર્થિક કમર તોડી નાંખી છે, કોરોના કાળ સમયે જરૂરી હતું ત્યારે પોલીસતંત્ર દ્વારા માસ્ક પહેરવા બાબતે કડક રાહે કામગીરી કરવામાં આવી હતી તે સરાહનીય છે, પરંતુ વર્તમાન સમયે આમ લોકોની આર્થિક પરિસ્થિતિ દયનીય બની છે માસ્કનો દંડ ,ટાડવો જરૂરી બન્યો છે અને તંત્ર સામાન્ય નાગરિક સામે માસ્ક બાબતે રહેમરાહે રાખે તે જરૂરી છે, તાજેતરમાં ગોંડલ શહેર ખાતે પોલીસતંત્ર દ્વારા માસ્કના દંડ વસૂલવામાં આવી રહ્યા હતા ત્યારે એક વ્યકિત રીતસરના ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે દ્યર-પરિવારના સભ્યોનું પેટ ભરવા ૧૦૦ થી ૨૦૦ રૂપિયા પણ ખિસ્સામાં નથી તો હજાર રૂપિયાનો દંડ કઈ રીતે ભરી શકું આ સમયે હાજર લોકો અને પોલીસ સ્ટાફની આંતરડી કકળી ઉઠી હતી તો માસ્ક બાબતે થોડીક રહેમ રાહે પગલાં લો તેવી અરજ છે, હા મોટા મગરમચ્છ જાહેરમાં મેળાવડા કરે છે અને સરેઆમ માસ્કના જાહેરનામાનો ઉલાડીયો કરે છે તેની સામે કડક માં કડક કાર્યવાહી કરો પરંતુ આમ જનતાને બક્ષો તેવી માંગ કરી હતી.

(10:40 am IST)