Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જૂનાગઢમાં કોંગ્રેસે મોંઘવારીના પૂતળા દહન કર્યું ''ભાજપ ભગાવો ,દેશ બચાવો' ના નારા લગાવ્યા

 

જૂનાગઢ :શહેરમાં સમગ્ર કોંગ્રેસે મોંઘવારીના પૂતળાનું દહન કર્યું હતું. અને ભાજપ ભગાવો, દેશ બચાવોના નારા લગાવ્યા હતા.કોંગ્રેસનો આક્ષેપ હતો કે ભાજપ સરકારની અણ આવડતના કારણે મોંઘવારી વધી રહી છે. તેને કારણે મોંઘવારીના પૂતળાનું કોંગ્રેસ દ્રારા દહન કરવામાં આવ્યું હતું.અને  પ્રજાને જાગૃત થવા અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમમાં મહિલા કાર્યકરોએ વિશેષ ભૂમિકા ભજવી હતી.

(11:09 pm IST)