Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગીરગઢડાના ધોકડવા વીજ કચેરીએ ઈજનેરને ૩ ખેડૂતોએ ધમકી આપીઃ ફરજમાં રૂકાવટ

ઉના, તા. ૨૬ :. ગીર ગઢડાના ધોકડવા જીઈબીના ઈજનેરને ૩ ખેડૂતોએ વિજ કચેરીમાં પ્રવેશ કરી, ગાળો આપી, ચેકીંગમાં આવશો તો મારી નાખશું તેવી ધમકી તથા ફરજમાં રૂકાવટની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

ઉનાના ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામે સબ ડિવીઝન કચેરીમાં ફરજ બજાવતા રાજેશભાઈ કૈલાસચંદ્ર શર્મા ગત તા. ૨૦-૯-૧૮ના તેમની કચેરીની ઓફિસમાં ફરજ ઉપર હતા ત્યારે બાબુ અરજણ મકવાણા રે. ખાપટ, મહેશ ભગવાનભાઈ હડીયા રે. વાજડી, ગુણુભાઈ નારણભાઈ વાણીયા રે. વાજડીવાળાએ કચેરીએ આવી હલ્લાબોલ કરેલ અને રાજેશભાઈ તથા અન્ય કર્મચારીઓને ધમકાવેલ.

તમે કેમ નિયમીત વિજ પુરવઠો આપતા નથી... તેમ કહી ગાળો બોલી, ફરજમાં રૂકાવટ કરી તમે તથા તમારા કર્મચારીઓ ચેકીંગમાં આવશો ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ૩ ખેડૂતો સામે ફરીયાદ નોંધી છે.(૨-૪)

(12:16 pm IST)