Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

લોધીકા તાલુકા કક્ષાનો ખેલમહાકુંભનો પ્રારંભ

 લોધિકા તાલુકા કક્ષાના ખેલમહાકુંભ-૨૦૧૮નો શુભારંભ તા. ૨૪/૭/૧૮થી જય ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે થયો ઉદ્ઘાટન સમારોહમા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ ડાભી, ઉપપ્રમુખશ્રી મુકેશભાઇ કમાણી, જીનિયસ ગ્રુપના ડાયકેરટર શ્રી ડી.વી. મહેતા, નાયબ મામલતદારશ્રી ડી.વી.મોરડીયા તથા બી.આર.સી.કો.ઓર્ડિનેટરશ્રી દર્શનભાઇ જોશીએ ઉપસ્થિત રહી બાળ રમતવિરોને પ્રોત્સાહિત કરેલ હતા.  પ્રથમ દિવસે એથલેટીકસભાઇઓ, બીજા દિવસે એથલેટિકસ બહેનો, ત્રીજા દિવસે વોલીબોલ અને શુટીંગબોલ, ચોથા દિવસે યોગાસન અને રસ્સાખેચ તેમજ અંતિમ દિવસે, કબડ્ડી, ખોખો અને ચેસની રમત યોજવામા આવશે. સમગ્ર ખેલમહાકુંભમાં અંદાજિત ૧૫૦૦ જેટલા રમતવિરો ભાગ લેશે. તસ્વીરમાં ખેલ મહાકુંભની જયોત પ્રગટાવી પ્રારંભ કરતા હોદેદારો નજરે પડે છે.

(12:13 pm IST)