Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મોરબી પંથકમાં વાયર ચોરી કરતી રાજસ્થાનની તસ્કર ગેંગ પકડાઇ

આઇશર સહિત ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે : એલસીબીના પી.આઇ. આર.ટી.વ્યાસને સફળતા

મોરબી તા. ૨૬ : મોરબી પંથકમાં વાયર ચોરી કરતી રાજસ્થાનની તસ્કર ગેંગને એલસીબીએ ઝડપી લીધી હતી.

મોરબીના ગાળા ગામ નજીકથી ઇલેકિટ્રક થાંભલાના તાર બદલવાના કોન્ટ્રાકટર સાથે મજુરી કરતા હોય અને તાર બદલવાની કામગીરી ચાલુ હોય ત્યારે સાઈટ પરથી ઇલેકિટ્રક તારના નવા અને જુના બંડલ મળીને કુલ ૩૧૦૦૦ ના વાયર ચોરી કરવામાં આવ્યા હતા જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ સહિતની ટીમે તપાસ ચલાવી હતી અને હાઈવે પર લક્ષ્મીનગર નજીકથી શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવી તલાશી લેતા તેમાંથી જીઇબીના થાંભલાના વાયર અને લોખંડની ઇગલો મળી આવી હતી જેને પગલે ટેમ્પોમાં સવાર આરોપી ગોપાલસિંગ સવઈસિંગ રાવત, ગોકુલસિંગ દૂધસિંગ રાવત, શ્રવણસિંગ લક્ષ્મણસિંગ રાવત, લક્ષ્મણસિંગ મીતુસિંગ રાજપૂત, મુકેશસિંગ મેરસીંગ રાવત રહે રાજસ્થાનવાળા અને જગદીશ બાંકેલાલ શર્મા રહે હાલ અમદાવાદ મૂળ યુપી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ ૩૧૦૦૦નો વાયર તેમજ ૫ મોબાઈલ કીમત ૩૦૦૦ અને આઈસર ટેમ્પો કીમત ૪ લાખ મળી ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ભરત મિંયાત્રા, નિરવ મકવાણા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.(૨૧.૧૫)

(12:06 pm IST)