Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોલીસ ફરિયાદ સત્તામંડળમાં કાંધલ જાડેજાની નિમણૂંકથી હોબાળો

કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી ધારાસભ્યપદે ચૂંટાયા છે : ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ૧૫ જેટલા ગંભીર કેસ ચાલી રહ્યા છે ત્યારે તેમની વરણી સામે અનેક સવાલ

ગાંધીનગર, તા.૨૬ : ગુજરાત સરકાર તરફથી તાજેતરમાં ૨૫ જિલ્લા માટે 'ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ્સ ઑથોરિટીમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર ખાતે સભ્ય તરીકે જે તે જિલ્લાની વિધાનસભા બેઠકોનું પ્રતિનિધિ કરતા ધારાસભ્યોની તરીકે નિમણૂક કરવામાં આવે છે. ૨૫ જિલ્લા માટે કુલ ૩૮ ધારાસભ્યોની આ પાદ માટે નિમણૂક કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન પોરબંદરના કુતિયાણા બેઠક પરથી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય એવા કાંધલ જાડેજાની નિમણૂકને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કાંધલ જાડેજા સંતોકબેન જાડેજાના પુત્ર છે. કાંધલ પર ભારતીય દંડ સંહિતાની ૧૫ ગંભીર કમલ હેઠળ વિવિધ ગુનાખોરીના કેસ નોંધાયેલા છે. કાંધલ જાડેજા પર બંદૂક તાકવી, વિસ્ફોટક રાખવા, ખંડણી ાંગવી, હત્યા, મારપીટ કરવી, છેતરપિંડી કરવી અને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા સહિતા કેસ નોંધાયેલા છે.

               ૧૫ કેસમાંથી ૧૦ પોરબંદર જિલ્લામાં, ત્રણ કેસ રાજકોટમાં અને બે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયેલા છે. પોરબંદર જિલ્લા માટે કાંધલ જાડેજા ઉપરાંત બાબુ બોખીરિયાની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કૉંગ્રેસને વોટ આપવાનું મેન્ડેટ હોવા છતાં ભાજપના ઉમેદવારને મોત આપ્યો હતો. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ માટે પ્રદીપભાઈ પરમાર અને કનુભાઈ પટેલની સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. ગાંધીનગર માટે બલરાજસિંહ ચૌહાણ અને શંભુજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ માટે ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયાની વરણી કરવામાં આવી છે. સુરતમાં પ્રવીણભાઈ ઘોઘારી અને હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે. વડોદરા માટે કેતન ઇનામદાર અને મનિષાબેન વકીલની વરણી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર એક એવું મંચ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈને જિલ્લાના કોઈ પણ રેક્નના પોલીસ અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકે છે. ગુજરાત પોલીસ એક્ટ પ્રમાણે જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર પોલીસ અધિકારી સાથે ફરજનું પાલન ન કરવું, અપમાન કરવું, પાવરનો દુરુપયોગ કરવો અને આવા અન્ય કેસ સંબંધિત પૂછપરછ કરી શકે છે.

(7:55 pm IST)