Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૬૦૦ કરોડના ખર્ચે બનેલ દ્વારકા-ગડુ નેશનલ હાઇવેનું લોકાર્પણ કરાય તે પહેલા તિરાડોઃ ર૦૧૭માં નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શિલાન્યાસ થયો'તો

દ્વારકા, તા., ર૬ : દ્વારકા યાત્રા ધામ અને સોમનાથ ને જોડતા નેશનલ હાઇવે માર્ગોનું હજુ લોકાર્પણ પણ થયું નથી તે પહેલા જ દ્વારકા પાસેના ઓવરબ્રીજ (પુલ)માં તીરાડો સાથે મસ મોટા ગાબડા અને  પુલ નબળો બન્યાની વિગતો બહાર આવી છે અત્રેના જાગૃત નાગરીક અને વેપારી ડેવીડ મોદીએ તપાસની માંગ ઉઠાવી જવાબદાર કોન્ટ્રાકટર ત્થા નેશનલ ઓથોરેટીના અધીકારી સામે પગલા લેવાનું જણાવ્યું છે.

વર્ષ ર૦૧૭માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા ખાતેથી સપ્ટે. માસમાં દ્વારકાના કેન્દ્ર સરકાર હસ્તકની ત્રણ મોટી વિકાસ યોજનાઓ બેટ દ્વારકાનો લીંક બ્રીજ તથા દ્વારકા-ગડુ વચ્ચેના રપ૦ કી.મી. ના અંતરના માર્ગ બનાવવાનું ઇ-લોકાપર્ણ દ્વારકા ખાતેથી કર્યુ હતું.

આ માર્ગના દ્વારકાથી સાત કી. મી. દુર આવેલ બરડીયા ગામ પાસેના ઓવર બ્રીજમાં મસમોટા ગાબડાઓ અને તિરાડો પડી હોવાનું જાણ થતા જ આજે મીડિયા પણ સ્થળ ઉપર પહોંચ્યુ છે. ભ્રષ્ટ્રચારના આ ભોરીગથી રાજય અને કેન્દ્ર સરકારની પ્રતિભાને ઠેંસ પહોચી શકે છે.

ડેવીડ મોદીએ  કરેલી  લેખીત રજૂઆતમાં નેશનલ આથોરાટીના અનેક પ્રકારના મુદા ઉઠાવાયા છે જો તે બાબતે રાજય અને કેન્દ્ર સરકારની વિજીલન્સ તપાસ કરશે તો કેન્દ્ર સરકારની નેશનલ ઓથોરેટીના અનેક અધિકારીઓને જેલ ભેગા થવુ પડશે.

એક તરફ દ્વારકાના વિકાસ માટે રાજય અને કેન્દ્ર સરકાર વિપૂલ પ્રયત્નો કરી રહી છે.

કૌભાંડને કારણ કેન્દ્ર સરકારને શરમથી ઝૂકવાનો વારો આવ્યો છે

દ્વારકા તા. ર૬ :.. ભ્રષ્ટ્રાચાર બહાર આવતા જ નેશનલ ઓથોરેટીએ રીપેરીંગ કામ શરૂ કર્યુ દ્વારકા ખાતેની ઉપરોકત બાબતે ડેવીડ મોદીએ ફરીયાદો કરી સોશ્યલ મીડીયામાં વિડીયો શેર કરતા જ ગત રાત્રીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ રાજકોટની કચેરીએ દોડી આવ્યા હતા અને ગત રાત્રીથી જ આ તિરોડો અને ગાબડાનું મરામત કાર્ય શરૂ કર્યુ છે.

અત્રેએ નોંધનીય છે કે દ્વારકા - ગડુના આ માર્ગનું લોકાર્પણ કરવાનું પણ બાકી હોય તે પૂર્વ જ ભ્રષ્ટ્રાચારનો ખદબદતો પુરાવો સામે આવ્યો છે.

(5:03 pm IST)