Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ધોરાજી ની પોલીસ લાઈન માં કોરોના પોઝિટિવના એક સાથે ૧૩ પોઝીટીવ નોંધાયા : કુલ કોરોના આંક ૩૭૩ : કુલ મૃત્યુઆંક ૧૮

ધોરાજી :- ધોરાજી માં કોરોના પોઝિટિવના કેસો સતત વધતા જતા નગરજનોમાં ભારે ચિંતા અને ભય વ્યાપી ગયો છે.

હાલ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ધોરાજી પોલીસ લાઇન માં આરોગ્ય ચકાસણી દરમિયાન માત્ર પોલીસ લાઈનમાંથી જ 13 કેસ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત રોજ પણ પોલીસ વિભાગના એક કર્મચારી અને તેના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. અને આજે વધુ 13 કેસ પોલીસ પરિવારમાં આવતા કુલ 15 કેસો પોલીસ બેડામાં નોંધાયા છે. પોલીસ પરિવારમાં એકીસાથે 13 કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરોન્ટાઇન કરવા અને સારવાર માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધોરાજી પોલીસ લાઈનમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં(1) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા    ૪૨ વર્ષીય મહિલા (2) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૧૬ વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ...(3) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા   ૩૮ વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ... (4)  ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૧૭ વર્ષીય યુવતી (5) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૧૩ વર્ષીય યુવતી (6)  ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા   ૧૧ વર્ષીય બાળક (7) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા    ૨૨ વર્ષીય પુરુષ કોરોના પોઝીટીવ..(8) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૨૫ વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ.(9) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૪૬ વર્ષીય પુરુષ કોરોના પોઝીટીવ.(10) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા      ૪૦ વર્ષીય પુરુષ કોરોના પોઝીટીવ. (11)  ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા  ૨૮ વર્ષીય પુરુષ કોરોના પોઝીટીવ...

 (12) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા ૨૫ વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ(13) ધોરાજી પોલીસ લાઈનમાં રહેતા   ૧૫ વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ  આવ્યો છે.

આમ ધોરાજી તાલુકા માં આજ સુધી માં ૩૭૩ કોરોના પોઝીટીવ નોંધાયાઅનેઆજ સુધી માં મૃત્યુ આંક ૧૮ એ પહોંચ્યો છે.

(4:24 pm IST)