Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ખંભાળીયા-૮પાl, ભાણવડ-૮૧- કલ્યાણપુર-૭૬- વિસાવદર-૬૩- તાલાલા-પ૮, જામજોધપુર- રાણાવાવ-માંડવી-પ૬ll, ગોંડલ-પોરબંદર પ૪ ઇંચ ખાબકયો

ચોમાસાના પ્રારંભથી અત્યાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘરાજા થયા ભારે મહેરબાન : મેઘરાજાએ વધારે પડતુ હેત ઠાલવી દેતા અનેક જગ્યાએ પાક નિષ્ફળઃ ડેમ-નદી-નાળા છલોછલઃ રસ્તાઓ કોઝવેમા ભારે નુકશાન

રાજકોટ તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના પ્રારંભથી જ મેઘમહેર યથાવત રહેતા ભારે પ્રમાણમાં વરસાદ પડી ગયો છે.

આ વખતે સર્વત્ર મેઘમહેર થઇ છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા અને કચ્છ જીલ્લામાં વરસાદ પડયો છે.

ભારે વરસાદના કારણે પાકને તો નુકશાન થયુ છે સાથો-સાથ રસ્તા, કોઝ-વે તૂટી પડયા છે અને મોડા ગાબડા પડયા છે.

ડેમ, ચેકડેમ, નદી, નાળાઓ  ભારે વરસાદમાં છલોછલ થઇ જતા પાણી પ્રશ્ન એક જ ઝાટકે હલ થઇ ગયો છે.

સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જીલ્લા ખંભાળીયામાં સાડા ૮પ ઇંચ, ભાણવડમાં ૮૧ ઇંચ, કલ્યાણપુરમાં ૭૬ ઇંચ, કચ્છના માંડવીમાં સાડા છપ્પન ઇંચ, વરસાદ પડયો છે.

કચ્છ જીલ્લો

કચ્છ જીલ્લામાં મોસમનો કુલ વરસાદ રપ ઇંચથી સાડા છપ્પન ઇંચ વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા છપ્પન, કચ્છના અંજાર અને મુંદ્રામાં સાડા ચુમાલીસ, ભુજમાં ૩૮ ઇંચ ભચાઉમાં સાડા બત્રીસ, નખત્રાણામાં સવા બત્રીસ ઇંચ, ગાંધીધામમાં સાડા ત્રીસ ઇંચ, અબડાસામાં  અને રાપરમાં ર૮ ઇંચ, લખપતમાં રપ ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર જીલ્લો

ભાવનગર જીલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ વરસ્યો છે જો કે અન્ય જીલ્લાની સરખામણીમાં ભાવનગર જીલ્લામાં સરેરાશ ઓછો વરસાદ વરસ્યો છે.

ભાવનગર જીલ્લામાં સૌથી વધુ વરસાદ ભાવનગર શહેરમાં ૩ર ઇંચ પડયો છે. જયારે મહુવામાં સાડા ર૮ ઇંચ, વલ્લભીપુરમાં સાડા ર૪ ઇંચ, ઉમરાળામાં સાડા ર૩ ઇંચ, જેશરમાં ર૩ ઇંચ, પાલીતાણામાં સાડા ૧૯ ઇંચ, ગારીયાધારમાં ૧૭ ઇંચ, ઘોઘામાં ૧૬ ઇંચ, તળાજામાં ૧પ ઇંચ, શિહોરમાં ૧૪ ઇંચ વરસાદ પડયો છે.

અમરેલી જીલ્લો

અમરેલી જીલ્લામાં પણ ચોમાસાના પ્રારંભથી જ હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.ભારે મેઘ વરસ્યા બાદ હવે વરાપ નીકળતા ખેડૂતો ખેતી કાર્યમાં લાગી ગયા છે.

અમરેલી જીલ્લામાં સૌથી વધુ વરસાદ જાફરાબાદમાં ૪૧ ઇંચ, રાજુલામાં સાડા ૪૦ ઇંચ અને વડિયામાં ૪૦ ઇંચ, અને બગસરા અને ખાંભમાં સાડા ૩૮ ઇંચ, સાવરકુંડલામાં સાડા ૩પ ઇંચ, અમરેલી શહેરમાં ૩૪ ઇંચ, લીલીયામાં સાડા ૩૩ ઇંચ, બાબરામાં સાડા ર૯ ઇંચ, લાઠીમાં સાડા ર૬ ઇંચ, ધારીમાં અન્ય તાલુકાઓ કરતા સૌથી ઓછો ર૪ ઇંચ વરસાદ પડયો છે.

બોટાદ જીલ્લો

બોટાદ જીલ્લામાં મેઘમહેર થઇ છે.ે ગઢડા (સ્વામીના)માં સાડા ચુમાલીસ ઇંચ, વરસાદ પડયો છે. બોટાદ તાલુકામાં ૩૦ ઇંચ, બરવાળા તાલુકામાં રર ઇંચ, અને રાણપુર તાલુકામાં તાલુકાઓ કરતા ઓછો ૧૮ ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમી દ્વારકા જીલ્લો

દેવભૂમિ દ્વારકામાં પણ સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓ કરતા સૌથી વધુ મેઘમહેર થઇ છે. જેમાં ખંભાળીયામાં અત્યાર સુધીમાં સૌથી વધુ સાડા ૮પ ઇંચ વરસાદ પડી ગયો છે.

જયારે ભાણવડમાં ૮૧ ઇંચ, અને કલ્યાણપુરમાં ૭૬ ઇંચ વરસાદ પડયો છે. જયારે દ્વારકામાં અત્યાર સુધીમાં ૪૬ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.

જુનાગઢ જીલ્લો

જુનાગઢ જીલ્લામાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં ૬૩ ઇંચ, માણાવદર અને માળીયાહાટીનામાં ૩૯ ઇંચ, કેશોદ અને વંથલીમાં ૩૬ ઇંચ, જયારે મેંદરડામાં ૪૭ ઇંચ, જુનાગઢ શહેરમાં ૪૬ ઇંચ, ભેંસાણમાં સાડા ૪૪ ઇંચ વરસાદ ખાબકયો છે.જયારે સૌથી ઓછો માંગરોળ તાલુકામાં ૪૦ ઇંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જીલ્લો

ગીરસોમનાથ જીલ્લાના તાલાલામાં પ૮ ઇંચ, કોડીનારમાં પ૧ ઇંચ, સુત્રાપાડામાં ૪૮ ઇંચ, ગસરગઢડા તાલુકામાં ૪ર ઇંચ, ઉનામાં ૩૮ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લો

જામનગર જીલ્લામાં પણ સાડા પ૬  ઇંચથી માંડીને ૩પ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ જામજોધપુર તાલુકામાં સાડા છપ્પન ઇંચ, કાલાવડમાં પ૧ ઇંચ, લાલપુરમાં ૪૯ ઇંચ, જોડિયામાં સાડા ૪૩ ઇંચ તથા ધ્રોલમાં સાડા ૩પ ઇંચ અને જામનગર શહેરમાં ૩પ ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટ જીલ્લો

રાજકોટ જીલ્લાના ગોંડલમાં ચોમાસાના પ્રારંભથી જ વરસાદ વરસવા લાગતા ગોંડલ શહેરમાં સૌથી વધુ વરસાદ પ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામકંડોરણામાં ૪૪ ઇંચ, ધોરાજીમાં ૪૩ ઇંચ, લોધીકામાં ૪ર ઇંચ, ઉપલેટા અને રાજકોટમાં ૩૯ ઇંચ, કોટડાસાંગાણીમાં ૩૮ ઇંચ, જેતપુરમાં ૩૭ ઇંચ વરસાદ પડયો છે. જયારે પડધરીમાં ૩૧ ઇંચ, જસદણમાં રપ ઇંચ અને વિંછીયામાં સૌથી ઓછો રર ઇંચ વરસાદ પડયો છે.

સુરેન્દ્રનગર જીલ્લો

સુરેન્દ્રનગર જીલ્લામાં અન્ય જીલ્લાઓ કરતા પ્રમાણમાં ઓછો વરસાદ છે તેમ છતા વઢવાણમાં  સાડા ૩૯ ઇંચ, લીંબડીમાં સાડા ૩૧, ઇંચ, ચોટીલામાં ૩૦ ઇંચ, ચુડામાં સાડા ર૭ ઇંચ, પાટડી અને મુળીમાં ર૬ ઇંચ, સાયલા અને થાનગઢમાં રપ ઇંચ, કુલ વરસાદ પડયો છે.

પોરબંદર જીલ્લો

પોરબંદર જીલ્લાના રાણાવાવમાં સૌથી વધુ સાડા પ૬ ઇંચ, પોરબંદર શહેરમાં પ૪ ઇંચ, અને કુતિયાણામાં ૪૮ ઇંચ વરસાદ પડયો છે.

મોરબી જીલ્લો

મોરબી જીલ્લાના ટંકારામાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ ૪પ ઇંચ, પડયો છે.

જયારે મોરબી શહેરમાં ૪૩ ઇંચ, વાંકાનેરમાં ૩૬ ઇંચ, હળવદમાં રપ ઇંચ અને માળીયામિંયાણામાં ર૪ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેર થઇ છે. જેના કારણે ઘણી જગ્યાએ પાકને પણ ભારે નુકશાન થયું છે.

આ ઉપરાંત મોટા ડેમ, ચેકડેમ, નદી-નાળા છલકાય જતા એક જ ઝાટકે પાણી પ્રશ્ન હલ થઇ ગયો છે. અને રસ્તામાં પણ ભારે નુકશાની થઇ છે.

સંકલન

તુષાર એમ. ભટ્ટ

(4:03 pm IST)