Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગીત મજાના ગાઉ : લોકડાઉનમાં લખેલી કવિતા બાળગીતોને મળ્યો પુસ્તક દેહ

પ્રજ્ઞાચક્ષુ અશોક અગ્રાવતના પુસ્તકનું મોરારીબાપુના હસ્તે વિમોચન

રાજકોટ તા. ૨૬ : વૈશ્વિક કોરોના મહામારીના સમયગાળા દરમિયાન લોકડાઉન લદાતા રાજકોટના અરવિંદભાઇ મણીયાર શાળા નં. ૬૧ ના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અશોક અગ્રાવતે સમયનો સદ્દઉપયોગ કરી કેટલીક કવિતાઓ લખી હતી. જેને કવિ મુગટ જોષીએ પુસ્તકદેહ આપતા અને સાહીત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અનુદાન જાહેર કરેલ. આ રીતે તૈયાર થયેલ પૂસ્તક 'ગીત મજાના ગાઉં' નું વિમોચન પૂ. મોરારીબાપુના હસ્તે કરાયુ હતુ. ઉલ્લખનીય છે કે અશોક અગ્રાવત 'ઓશો કૃષ્ણ' તખલ્લુસથી જાણીતા છે. તેમની આ કવિતાઓનો સંગ્રહ બાળ સાહિત્ય પ્રકારનો છે.

(3:14 pm IST)