Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આગકાંડ મામલે ગાંધીનગરથી આજે ઉચ્ચ અધિકારીઓ ટીમ તપાસ માટે દોડી આવી : ૫૦ લાખથી વધુની નુક્શાનીનો અંદાજ

જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં આગકાંડ મામલે ગાંધીનગરથી આજે ઉચ્ચ અધિકારીઓ ટીમ આવી છે અને તપાસ કરી રહી છે.

આજે બપોરે ડો.જાની સ્પે.ડોકટરની ટિમના 3 સિનિયર અધિકારીઓ જી.જી. હોસ્પિટલમાં જ્યાં આગ લાગી હતી તે સ્થળની મુલાકાત લીધી હતી અને

નુકશાન અંગેની સમિક્ષા કરાઈ હતી.આગ લાગવાના કારણે ૫૦ લાખથી વધુની નુક્શાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે  icu વિભાગ ફરી કાર્યરત કરવા કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે 2.45 આસપાસ ICCU પાસેના ઇકો કાર્ડિયો યુનિટમાં ભીષણ આગ લાગી હતી.

 આ આગજનીના સમાચાર મળતા જ કલેકટર રવિશંકર, કમિશ્નર સતિષ પટેલ, મેયર હસમુખ જેઠવા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા.આ દરમ્યાન ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ પણ ફાયરની ટુકડી સાથે પહોંચી ગયા હતા.અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગજનીના પગલે ICCUમાં વેન્ટિલેટર પરના 3 દર્દીઓ અને ઓક્સિજન હેઠલ રખાયેલા 6 દર્દીઓ મળી કુલ 9 દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

(1:49 pm IST)