Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ખંભાળિયામાં ત્રણ પાનની દુકાનમાં ચોરી

બે અને ત્રણ મહિને નોંધાવાતી ફરીયાદથી ઉઠતાં સવાલ

ખંભાળીયા, તા.૨૬: જોધપુર ગેઈટ પાસે રોકડીયા હનુમાન મંદિર પાસે ક્રિષ્ના ડિલકસ પાનની દુકાન ધરાવતાં અને ખામનાથ નજીક શિવમ સોસાયટી-રમાં રહેતાં જગાભાઈ કેશુભાઈ ચાવડાએ નોંધાવેલી ફરીયાદમાં તા.૧૯/૬/૨૦ર૦ના રોજ કોઈ અજાણ્યા શખસે દુકાનના શટરનું લોક તોડી ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશી ટેબલમાં રાખેલા રોકડ ૨૪,૨૦૦ તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ.૩૨,૨૦૦ની મતાની ચોરી કરી જતા પોલીસે દુકાન માલિકની ફરીયાદના આધારે ગુનો નોંધ્યો છે. બિજી ફરીયાદમાં નગર નાકા પાસે આવેલી સાઈ ડિલકસ પાનની દુકાનમાં ગત તા.૨૨/૭/૨૦૨૦ના રોજ કોઈ અજાણ્યા ચોરે દરવાજાનો લોક તોડી દુકાનમાંથી રોકડ ૨૫૦૦૦ તથા બિડી, તમાકૂનો માલસામાન મળી કુલ રકમ રૂ.૮૦૦ના સામાનની ચોરી કરી જતા દુકાન માલિક આલાભાઈ નારણભાઈ કાંબરીયાએ ખંભાળિયા પોલીસમાં ચોરી અંગેની ફરીયાદ નોંધવી છે. ત્રિજી ફરીયાદમાં સલાયા ફાટક પાસે કૈલાશ પાન નામની દુકાનમાં તા.૨૧/૮ના રોજ કોઈ અજાણ્યો શખસ દુકાનના શટરના દરવાજા તોડી અંદર ઘુસી શોકેસમાં રાખેલ રોકડ ૨૦૦૦, તથા મોબાઈલ, સીગરેટ, તમાકું, બિડી, સોપારી, સહિતનો સામાન મળી કૂલ રૂ.૧૫,૮૦૦ની મતાની ચોરી કરી જતાં દુકાન માલિક ઈશ્વરપરી કેશવપરી ગોસ્વામીએ ફરીયાદ નોંધાવી છે. આ ત્રણેય દુકાન માલિકની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાડીનારમાં કુકરીના આંકડા લખી જુગાર રમતાં ચાર ઝડપાયા

વાડીનાર હુશેની હોટલ પાસે કેટલાક શખસો જાહેરમાં કુકરી(ડોમીનોઝ)ના આંકડા લખી આંકડાનો જુગાર રમતાં હનીફ અબ્બાસ સંધાર, શહેનશાહ હાજી નાયા, અયુબ અબ્બાસ સધાર, હુશેન અલી સંધાર તમામને સફેદ પથ્થરા કુકરી, મોબાઈલ મળી કુલ રૂ.૧૦,૪૭૦ની મતા સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.

મેવાસામાં જુગાર

ભાણવડના મેવાસા ગામે જાહેરમાં જૂગાર રમતાં દેવરખી નારણ રાવલીયા, રાજેશ ઉર્ફે રાજુનારણ રાવલીયા, અરશી નારણ ભીંભા, કાના નારણ વાવલોટીયા, નેભા ઉર્ફે અબુકરશન જોગલ તમામને રોકડ ૪૬૨૦ની મતા સાથે ભાણવડ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.

(1:23 pm IST)