Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'ચા'ના ધંધાની હરીફાઇ મારામારી સુધી પહોંચી...

પડધરીના દહીંસરડા ગામે શૈલેષ ભરવાડ ઉપર પ શખ્સોનો પાઇપથી હુમલો

રાજકોટ તા. ર૬: પડધરીના દહીંસરડા ગામે ચાના ધંધાની હરીફાઇના ડખ્ખામાં ભરવાડ યુવાન ઉપર પાંચ શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ દહીંસરડા ગામે રહેતા અને ચાનો ધંધો કરતા શૈલેષ દેવરાજભાઇ ગમારા ઉપર તેજ ગામના ગોવિંદ કાબાભાઇ ટોયટા, કાબા કાનાભાઇ ટોયટા, ધીરજ કાબાભાઇ, રવી જગદીશભાઇ ટોયટા તથા સંજય જગદીશભાઇ ટોયટાએ લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત શૈલેષની ચા ની દુકાન સામે ધીરજ ટોયટાની ચાની દુકાન હોય અને શૈલેષની દુઁકાને વધારે ગ્રાહક આવતા હોય અને ધીરજની દુકાને ગ્રાહકો ઓછા આવતા હોય તેનો ખાર રાખી ધીરજ સહિતના પ શખ્સોએ હુમલો કર્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત શૈલેષની ફરીયાદ પરથી પડધરી પોલીસે ઉકત પાંચેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)