Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાત વોટર પાર્ક એસોસીએશનના પ્રમુખપદે જેતપુરના બળવંતભાઇ ધામીની વરણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૬ :.. આધુનિક પ્રવાસન સ્થળો તરીકે ગુજરાતભરમાં વિકસેલા વોટર પાર્કના માલીકો અને મેનેજમેન્ટની એક મીટીંગ ગીર ઉપવનમાં કુદરતી સોંદર્ય વચ્ચે આવેલ વિશાળ ગ્રીન વુડ રીસોર્ટ એન્ડ વોટર પાર્ક ખાતે આતિથ્ય સત્કાર સાથે ગત તા. ૧૬ ના રોજ બોલાવવામાં આવેલ. મીટીંગની વિશાળ ગ્રીનવુડના માલીક બળવંતભાઇ ધામીએ દિપ પ્રગટાવી કરી હતી.

હાલની પરીસ્થિતીના કારણે વોટર પાર્ક મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી ઉપરાંત અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ. તમામ પ્રશ્નોનું નીરાકરણ લાવવા ઓલ ગુજરાત વોટર પાર્ક એસોસીેએશનની સ્થાપના કરવામાં આવેલ જેમાં સર્વાનુમતે બળવંતભાઇ ધામીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. આ તકે બળવંતભાઇએ જણાવેલ કે વૈશ્વીક મહામારીના કારણે સૌથી  વધુ નુકસાન વોટર પાર્કના ઉદ્યોગને થયુ છે. જેથી વોટર પાર્ક ચલાવવા મુશ્કેલ બની ગયા છે. મનોરંજન શ્રેણીમાં આવતા વોટર પાર્કને તોતીંગ લાઇટ બીલ, કર્મચારીના પગાર, જી. એસ. ટી. એ તોડી નાખ્યા છે. જેથી સંગઠીત થઇ જે તે વિભાગને રજૂઆત કરી નીરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં આવશે.

આ મીટીંગમાં મહામંત્રી કાલીન્દીબેન પટેલ (અજવાહ વોટર પાર્ક -વડોદરા), ઉપપ્રમુખ વિપુલભાઇ પટેલ (કીંગ્સ વોટર પાર્ક), વિરપુર, રવિભાઇ પટેલ (તીરૂપતી ઋષીવન) વિજાપુર, અક્ષય શેઠ (જોલી એન્જોય વોટર પાર્ક) ચોટીલા, સહમંત્રી રામશીભાઇ કમલીયા (ડીવાઇન વોટર પાર્ક વેરાવળ), મફતલાલ પટેલ (૭-એસ. વોટર પાર્ક-મેમ્દાવાહ), નિલેશ માથૂર (ક્રિષ્ના વોટર પાર્ક-ચોટીલા), ખજાનચી જયંતભાઇ પટેલ (એકવાલેન્ડ વોટર પાર્ક-મોડાસા)ની વરણી કરવામાં આવેલ છે.

(1:21 pm IST)