Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કેશોદ યુથ કોંગ્રેસનુ ભાજપ પ્રદેશ પ્રમુખની રેલીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે પગલા ભરોની માંગણી સાથે આંદોલન

આંદોલનકારી માસ્ક નહીં પહેરનારા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત ચારની અટકાયત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૬:કેશોદ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખની રેલીમાં માસ્ક નહી પહેરનાર અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનારાઓ સામે કાયદેસરના પગલા ભરવાની માંગણી સાથે કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો માસ્ક પહેર્યા વગર કેશોદ ફુવારા ચોક નજીક કોલેજ રોડ પર બેસી વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત ચારની પોલિસે અટકાયત કરેલ હતી.

યુથ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ જે માસ્ક નહી પહેરનારા નાના લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવેછે તે તેટલોજ દંડ તાજેતરમાં કેશોદ ભાજપઙ્ગ દ્વારાઙ્ગ જે રેલી કાઢવામાં આવી હતી તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા અનેઙ્ગ માસ્ક નપહેરનારા ભાજપ કાર્યકરો પાસે પણ દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

યુથ કોંગ્રેસ ધ્વારા આ અંગે કાયદાનો ભંગ કરનાર ભાજપ કાર્યકરો સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે તો ઙ્ગઆવનારા દિવસોમાંઙ્ગ રસ્તા રોકો આંદોલનની ચીમકી પણઙ્ગ ઉચ્ચારવામાં આવેલ હતી.

(1:16 pm IST)