Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કચ્છના લખપતમાં-૩, અંજારમાં ર ઇંચ વરસાદ

માંડવી-ગાંધીધામ-ભુજમાં ૧ ઇંચઃ વિસાવદર-કોડીનાર-તાલાલામાં અડધો ઇંચઃ સર્વત્ર પવનના સૂસવાટા સાથે ધુપ-છાંવનો માહોલ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવાર બપોરથી મેઘરાજાએ વિરામ લીધો છે. આવા વાતાવરણ વચ્ચે કોઇ - કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન કચ્છના લખપતમાં ૩ ઇંચ, અંજારમાં ર ઇંચ, ભુજ - માંડવી અને ગાંધીધામમાં એક ઇંચ વરસાદ પડયો છે.

જયારે ભચાઉમાં પોણો ઇંચ, મુંદ્રામાં અડધો ઇંચ તથા રાપરમાં ઝાપટા પડયા છે.

આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર અને તાલાલા તથા જુનાગઢના વિસાવદરમાં  અડધો ઇંચ વરસાદ પડયો છે.

કલ્યાણપુર, દ્વારકા, ઉના, ગીરગઢડા, વેરાવળ, જામજોધપુર, ભેંસાણ, માંગરોળ, જામકંડોરણા, પડધરી, રાજકોટમાં ઝાપટા પડયા છે.

ભાવનગર જીલ્લાના ભાવનગર શહેર, ઘોઘા, જેશર, મહુવામાં પણ હળવા ભારે ઝાપટા પડયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉઘાડ રહ્યો છે. જો કે સવારે વંથલી વિસ્તારમાં ઝાપટા વરસતા ૪ મી. મી. પાણી પડયાનું નોંધાયું હતું.

આજે સવારના ૧૦ વાગ્યાની સ્થિતીએ જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧ર૧રપ મી.મી. થયો છે. અને ટકાવારીને દૃષ્ટિએ જિલ્લામાં ૧૩૪.૯૯ ટકા વરસાદ વરસ્યો છે.

ડેમોમાં બે માસથી લઇને એક વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયોછે. જિલ્લામાં ર૦૧૯ ના ઓગષ્ટ માસ કરતા ર૦ર૦ ના ઓગષ્ટમાં ભારે મેઘકૃપા થઇ છે.

ગત વર્ષનાં ઓગષ્ટની સરખામણીએ ચાલુ વર્ષના ઓગસ્ટ માસમાં ૧૮૧.૪૯ ટકા વધુ વરસાદ થયો છે. આમ જિલ્લામાં પીવાના પાણી ઉપરાંત સિંચાઇના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

(1:16 pm IST)