Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદરમાં તીનપતી જુગાર રમતા ૨ મહિલા સહિત ૪ વ્યકિતઓ ૫૨ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૨૬ : છાંયા મારૂતીનગરમાં તીનપતી જુગાર રમતા ૨ મહિલા સહિત ૪ વ્યકિતઓને પોલીસે ૫૨ હજારની રોકડ સાથે પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકડો.રવિ મોહન સૈની નાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે   એલસીબી પીઆઇ એમ.એન.દવે  તથા ઇન્ચાર્જ પીએસઆઇ એચ.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ હાજર હતા તે દરમ્યાન એ એસ આઇ બટુકભાઇ વિંઝુડા ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, છાંયા, મારૂતિનગર ચાણકય વિદ્યાલય પાસે આરોપી દેવસી ભુરાભાઇ ઓડેદરા, ઉ.વ-૩૩, રહે, મારૂતિનગર, છાંયા, પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા  દેવસી ભુરાભાઇ ઓડેદરા ઉ.વ-૩૩, રહે, મારૂતિનગર, છાંયા,.  અલ્કેશ બાબુભાઇ ગોરસેરા ઉ.વ.૩૩ રહે. નવાપરા, છાંયા,  ભાવનાબેન દેવસી ભુરાભાઇ ઓડેદરા ઉ.વ-૨૫, રહે, મારૂતિનગર, છાંયા,  ઉષાબેન જગદીશ પ્રેમજીભાઇ વારા ઉ.વ-૪૬, રહે. નવાપરા, છાંયા, સરકારી સ્કુલ પાસેથી તેના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૫૨,૭૦૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 આ દરોડા કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવે,  ઇન્ચાર્જ પીએસઆઇ  એચ.એન.ચુડાસમા, એ એસ આઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા હેડ કોન્સટેબલ સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા,  કોન્સ્ટેબલ  દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(1:14 pm IST)