Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાના વધુ ૧૦ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. જિલ્લામાં કોરાના પોઝીટીવના વધુ ૧૦ કેસ આવ્યા છે.

કોરાના પોઝીટીવના વધુ ૧૦ કેસમાં તાલુકાના દેગામના ૩ર વર્ષીય યુવાન, વિંઝરાણાની રપ વર્ષીય યુવતી લીબર્ટી રોડ પાસે ર૬ વર્ષીય યુવતી ગાયત્રીનગરમાં ૬૦ વર્ષના વૃધ્ધા તેમજ વાડી પ્લોટમાં પ૭ વર્ષના આધેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કે. કે. નગર, છાંયા રબારી કેડા કડીયા પ્લોટ, રોકડીયા હનુમાન મંદિર પાસે વિસ્તારમાંથી કોરાના પોઝીટીવ કેસ આવેલ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની સંખ્યા ૪૦૯ પહોંચી છે. ગઇકાલે ર૭ દર્દીઓ કોરાનાની સારવારમાંથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધીમાં રપ૦ દર્દીઓ સાજા થઇને ઘેર ગયેલ છે. હાલ ૩૭ દર્દીઓને કોરાનાની સારવાર ચાલી રહેલ છે.

(1:14 pm IST)