Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગોંડલના રાણસીકીના ચેકડેમ-તળાવનું તાત્કાલીક રીપેર ન થાય તો મોટી નુકશાનીનો ભય

સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયા દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત

ગોંડલ, તા. ર૬ : ગોંડલ તાલુકાના રાણસીકી ગામના વિંઝીવડ રોડ ઉપર આવેલ ચેકડેમ-તળાવમાં ગાબડુ પડતા તાત્કાલીક સમારકામ કરવા સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

આ ગાબડાનું તાત્કાલીક રીપેરીંગ કરવામાં નહિ આવે તો હવે પછી વરસાદની સ્થિતિમાં આ મોટો ચેકડેમ ભરાય ત્યાર બાદ વધારે તૂટશે તો મોટી ખુમારી થઇ શકે તેમ છે. જાનહાની તેમજ જમીનનું ધોવાણ ન થઇ તે પહેલા આ ચેકડેમને તાત્કાલીક રીપેરીંગ કરવા ગામની તેમજ આજુબાજુના ગામની માંગણી હોય આ ચેકડેમ સુજલામસુફલામ યોજના દ્વારા જિલ્લાનું મોટુ તળાવ બનેલુ હોય તો સમારકામ તાત્કાલીક કરવા માંગણી કરી છે.

આ અંગે સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાએ સાંસદ રમેશભાઇ ઘડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ડેપ્યુટી કલેકટરશ્રી, ટીડીઓશ્રી, નાયબ કાર્યપાલક, પંચાયત વિભાગ, કાર્યપાલક ઇજનેર, પંચાયત, સિંચાઇ વિભાગ રાજકોટને રજુઆત કરી છે.

(1:11 pm IST)