Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા

રાજકોટ તા. ર૬: ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ધનજી બાબુભાઇ વાઘેલા, ઉમેશ બાબુભાઇ પરમાર, અરવિંદ બાબુભાઇ પરમાર, શૈલેષ ગીધાભાઇ મકવાણા, મુકેશ લીંબાભાઇ મકવાણા, રોહિત સામતભાઇ મકવાણા તથા મહિપત હળવદીયા રે. તમામ ખોડીયારનગર મંગલમ પાર્કને રોકડા રૂ. ર૧૮૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ ગોંડલમાં મોવિયા રોડ ઉપર ફુલવાડી કોમ્પલેક્ષ પાસે જાહેરમાં વરલીના આંકડા લેતા સલીમ કરીમભાઇ કટારીયા તથા મુસ્તાક કાદરભાઇ મુળીયા રે. બંન્ને ગોંડલને રોકડા રૂ. ૧૯૪૦ તથા વરલીના સાહિત્ય સાથે સીટી પોલીસના પો.કો. જયેશભાઇ ધ્રાંગીયાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:10 pm IST)