Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પાલીકાની ચુંટણીમાં વ્હીપનો અનાદર કરતા

વંથલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુર ટીલવા પક્ષમાંથી સસ્પેન્ડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: વંથલી નગરપાલિકાની ચુંટણીમાં પક્ષના વ્હીપની અવગણના કરવા એક કોંગી સભ્યને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગી કાર્યકરો સ્તબ્ધ બની ગયા છે.

મળતી વિગત મુજબ વંથલી નગરપાલીકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાયેલ હતી તેમા વંથલી નગરપાલીકાના સદસ્ય અને વંથલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુર ટીલવા કોંગ્રેસ પક્ષના સભ્ય હોવા છતાંય પાર્ટીએ આપેલ વ્હીપ આદેશમાં અનાદર કરેલ જેની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાની સુચનાથી ચુંટણી સંકલન સમિતીના ચેરમેનશ્રી બાલુભાઇ પટેલે તાત્કાલીક અસરથી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નટુભાઇ પોકીયાના રીપોર્ટના આધારે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ મયુર ટીલવાને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે તેવું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પોકીયાની યાદીમાં જણાવેલ છે.

(1:09 pm IST)