Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઉત્સાહનો અતિરેક કોરોના કાળમાં ભારે પડે હો...: જુનાગઢ જીલ્લામાં ભાજપના હોદ્દેદારો સમુહમાં ગરબે ઘુમ્યાઃ ન આવે તેને ''સાસુના'' સમ દીધા

જુનાગઢઃ જીલ્લાની વિવિધ પાલિકાઓમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્ેદારોની વરણી કરવામાં આવી હતી અને અનેક જગ્યાએ ભાજપના હોદ્ેદારોએ પદગ્રહણ કર્યું હતુ જેના કારણે ભાજપના આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ છવાયો હતો અને જુનાગઢ-વિસાવદર, માળીયાહાટીના ભાજપના પ્રમુખો-આગેવાનો-કાર્યકરો ઉત્સાહના અતિરેકમાં સમુહમાં ગરબે ઘુમ્યા હતા. કોરોના કાળમાં રસ્તા ઉપર બેન્ડવાજા-ડી.જે.ના તાલે ગરબે રમતા કોરોનાનુ સંક્રમણ વધુ પ્રસરે તેવો ભય ફેલાયો છે. આ રાસ-ગરબાની વિડીયો કિલપ સોશ્યલ મિડીયામાં પણ વાયરલ થઇ છે. જેમાં એક વ્યકિત માઇક ઉપર ગરબે ઘુમવા ન આવે તેને ''સાસુના સમ'' પણ આપી રહ્યા છે. આ ભાજપના આગેવાનો કાર્યકરોમાં ઘણાએ માસ્ક પણ નથી પહેર્યું તેવું વિડીયોમાં જોવા મળે છે.

(1:08 pm IST)