Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોરબીના પંચાસરમાં નબળા કામની પોલ ખુલી

મોરબી :  મોરબીના પંચાસર ગામના સરપંચે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પંચાસર ગામે મેઈન રોડ પરનો પુલ (બ્રીજ) માટે અંદાજીત રકમ રૂ ૨.૫૫ કરોડ મંજુર થયેલ જે પુલનું કામ અત્યંત ખરાબ થયેલ હોય અને પુલ પરનો રોડ પહેલા વરસાદમાં તૂટી ગયો છે માટે જે પુલ બનાવવાનું કામ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર મારફત કોન્ટ્રાકટરને આપેલ છે. પુલનું કામ ખુબ નબળું થયું હોય જેથી પુલ પરથી પસાર થતા વાહનો અને ગામ લોકોને જાનહાની થશે તો તમામ જવાબદારી આપની રહેશે તેમ જણાવીને જવાબદાર કોન્ટ્રાકટર અને પુલના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ કરી છે.પુલ સાઇડ તીરાડો તસ્વીરમાં નજરે પડે છે.

(11:51 am IST)