Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વેરાવળ તાલુકાના લાછડી સિંચાઇ ડેમ ઓવરફલો થતા ખેતરો પાણી પાણી...

ગ્રામજનો દ્વારા ગીર સોમનાથ જિ.કલેકટરને આવેદન પાઠવ્યું

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના તા.૨૬ : માળીયા અને વેરાવળ તાલુકાના ખેડૂતો અને યુવા કિસાન લડત સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબને આવેદન પાઠવવામાં આવેલ છે. જેમાં મુખ્ય મુદ્દા લાછડી સિંચાઇ ડેમ ઓવરફલો થતા છાપરી વોકળા નીચે આવતા ગામડાઓ દેદા, મરૂડા, ચમોડા અને ડાભોર આ ગામના ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ અને હાલ રસ્તાઓ પર પણ મથોડા સુધી પાણી ભરાય ગયેલ ત્યારે ખેડૂતોમાં ઉગ્ર રોષ ભળકી ઉઠયો હતો. આ સાથે તંત્રની પોલ ખુલી ગઇ છે.

હાલ ૨૦૧૦માં ક્ષારઅંકુર વેરાવળ, અંબુજા ફાઉન્ડેશન દ્વારા આ વોકળા ઉપર સબકેનાલ મંજુર કરાયેલ જે હાલ પરિપુર્ણ થયેલ ન હોવાને લીધે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે જો આ કેનાલ પરિપુર્ણ થઇ હોત તો દેદા થી લઇ અને આદ્વિ સુધીના ગામડાઓને મીઠા પાણીનો ફાયદો મળત પણ આ કેનાલ પરિપુર્ણ ન હોવાને કારણે બંને ગામડાઓને મોટી નુકશાનીનો સામનો કરવાની નોબત આવી છે. આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે કે આવી પરિસ્થિતિમાં જાનહાની થવાની પણ પુરે પુરી શકયતા છે.

આ કેનાલ તાત્કાલીક પરિપુર્ણ ન થાય અને ખેડૂતોની માંગણીઓ સંપુર્ણ પ્રમાણે નિરાકરણ ન થાય તો આવનાર દિવસોમાં યુવા કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણભાઇ જોટવા અને ખેડૂત આગેવાનો પુનાભાઇ લક્ષ્મણભાઇ વાળા, ભીખા રાણા બારડ, હરદાસભાઇ પુનાભાઇ સોલંકી, ગીગાભાઇ ગોવિંદભાઇ ઝાલા, હરદાસભાઇ ભીમાભાઇ બારડ, કરશનભાઇ ઝાલાએ ઉગ્ર આંદોલન અને આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી આપેલ છે.(

(11:51 am IST)