Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સાવરકુંડલા : ગુજરાત સરકારના કાયદા વિભાગમાં ઉપસચિવપદે એમ. જે. બ્લોચની નિયુકિત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૬ :.. ગુજરાત સરકારનાં કાયદા વિભાગ ઉપસચિવપદે એમ. જે. બ્લોચની નિયુકિત થતા સમગ્ર બ્લોચ પરિવારમાં હર્ષ જોવા મળેલ હતો.

ગુજરાત મુસ્લિમ બ્લોચ પરિવારના પનોતા પુત્ર એમ. જે. મેરૂજાઇ (બ્લોચ) ની ક્ષેષ્ઠ કામગીરીની નોંધ લઇ ગુજરાત સરકારે પ્રમોશન આપી કાયદા વિભાગમાં ઉપસચિવ નિયુકિત આપવામાં આવતા સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બ્લોચ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામેલ હતી.

કાયદા વિભાગમાં ઉપસચિવ પદે નિયુકિત પામેલ એમ. જે. બ્લોચને અખિલ ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ અને પાલીતાણાના પૂર્વ નગરપતિ હયાતખાન બ્લોચ સહિતના સમાજે આવકારી અભિનંદન પાઠવેલ હતાં.

(11:49 am IST)