Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વિરપુરના થોરાળા ગામની જમીનમાં ધોવાણથી મગફળીના પાકને નુકશાન : ખેડૂતો પર આફત

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા.૨૬ : છેલ્લા પંદરેક દિવસથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાણી હતી તેની માથે પાણી ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસ મુશળધાર વરસાદ વરસતા થોરાણા ગામ પાસેના ચેકડેમો તૂટી જતા વીરપુરના ખેડૂતોનો મગફળીના પાક જમીનમાંથી જ બહાર નીકળી ગયો તેવો ધોવાઈ જતા ખેડૂતોને પડ્યા પર પાટુ સહન કરવાનો વારો આવ્યો છે.

ઙ્ગચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કરેલ અને શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયો અને સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી. પરંતુ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર સાવ બદલી નાખ્યું છે. તેમાં જેતપુરના થોરાળા ગામ પાસે આવેલ તળાવના હેઠાણવાળા વિસ્તારમાં વીરપુરના ખેડૂતોની ખેતીની જમીનો આવેલ છે. ગતરોજ ભારે વરસાદને પગલે થોરાળા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ નાના તળાવો પણ દ્યણા તૂટી જતા ખેતરોમાં દ્યોડાપુર આવ્યા હતા. આ પુરમાં ખેતરોમાં ઉભા પાક સાથે ખેડૂતોની આશાનું પણ ધોવાણ થઈ ગયું હતું.ઙ્ગ

આ વિસ્તારમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાણ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ કરી હતી.

(11:49 am IST)