Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જસદણના અતિ બિસ્માર ચોટીલા રોડની મરામત કરવા લોક માંગણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૬: જસદણના ચો ટીલા રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા પડ્યા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બિસમાર રસ્તા ઉપરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ચાલવું મુશ્કેલ પડે છે.

જસદણના ચોટીલા રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિરથી લઈને તાલુકા સેવા સદન સુધીના રસ્તા ઉપર એટલા બધા ખાડા પડેલા છે કે રોડ ઉપર ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ છે તે નક્કી કરી શકાય તેમ નથી. સમગ્ર જસદણ શહેરના લોકોને મામલતદાર ઓફિસ, ડેપ્યુટી કલેકટર ઓફિસ, સબ રજીસ્ટર ઓફિસ સહિતની વિવિધ સરકારી ઓફિસો જવા માટે તેમજ કમળાપુર, ભાડલા, ચોટીલા સહિતના ગામોએ જવા માટે આ એકમાત્ર રસ્તો છે. તેથી આ ખોખડધજ રોડનું તાત્કાલિક સમારકામ કરાવી તાસ મેટલ પાથરીને રસ્તો ચાલવા યોગ્ય કરવા લોકોની માંગણી છે.

(11:48 am IST)