Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગોંડલમાં આખલો અગાસીએ ચડી જતા નગરપાલિકા તંત્રે રેસ્કયુ કરી નીચે ઉતાર્યો

ગોંડલ : ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષમાં છેલ્લા ત્રણ દિવસથી ત્રીજા માળે આખલો ફસાયેલ હોય ભુખ્યા તરસ્યા આખલાની વહારે નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા ફાયર બ્રિગેડની ટીમ સાથે દોડી જઇ વિચલિત પરિસ્થિતિમાં રેસ્કયુ કરી ભુખ્યા તરસ્યા આખલાને નીચે ઉતાર્યો હતો. આમ વરસાદમાં વિહવળ બની ત્રીજા માળે ફસાયેલાં આખલાનો છૂટકારો થવા પામ્યો હતો. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:47 am IST)