Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાણવડ પાલિકામાં પ્રમુખ તરીકે ગોદાવરીબેન

ભાણવડ : ન.પા.ના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીમાં  સતાપક્ષના મહિલા ઉમેદવાર ગોદાવરીબેન જીવનભાઇ કણજારીયા પ્રમુખ તરીકે, નરેન્દ્રસિંહ કાળુભા ભારાણી ઉપપ્રમુખ તરીકે અને કારોબારી ચેરમેન તરીકે ભાલચંદ્ર છેલશંકર ભટ્ટની પસંદગી કરાઇ છે. ભાણવડ ન.પા.માં ફરી ભાજપનું શાસન ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે બહોળો અનુભવ ધરાવતા પાર્ટીને વફાદાર એવા સંજયભાઇ કણજારીયાના માતૃશ્રી ગોદાવરીબેનને પ્રમુખપદ આપી પાર્ટીએ યોગ્યતા દર્શાવી છે. વોર્ડનં.૧ના સભ્ય મધુબેન વાઘેલા તરફથી નવા નિયુુકત પ્રમુખ તરીકે વરણી પામેલા ગોદાવરીબેનને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરી સારી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી.

(11:46 am IST)