Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાયા

( ભરત દોશી દ્વારા ) ઉપલેટા,તા.૨૬:  પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેદ્ય કૃપા ચાલુ હોય અને તેમાં ગઈકાલે ભાદર, મોજ અને વેણુ નદીના પાણી ફરી વળ્યા હતા આ પુરના લીધે કેટલું નુકસાન થયું છે તેની સાચી વિગત તો આ પુરના પાણી ઉતર્યા બાદ જ ખબર પડશે.

પરંતુ જેમ જેમ પાણી ઊતરતું જાય છે તેમ તેમ આ પુરના લીધે થયેલ નુકસાની સામે આવવા લાગી છે. ઉપલેટા અને માણાવદરના ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ સમઢિયાળાથી તલંગણા,કુંઢેચ,મજેથી, લાઠ, ભીમોરા, ભિંડોરાને જોડતો માર્ગ આ પુરના પાણી લીધે ધોવાઈ ગયો છે.

જેની જાણ થતા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ હુંબલ,તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, ડાયાભાઈ મકવાણા ભીમભાઈ ચાવડા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

(11:46 am IST)