Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નાની મારડથી હાડફોડીનો માર્ગ બિસ્માર

ધોરાજીઃ  નાની મારડ ગામથી હાડફોડી ગામને જોડતી સડક અત્યંત બિસ્માર હાલતમાં છે. ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડાએ જણાવેલકે નાનીમારડ - હાડફોડી વચ્ચેનો માર્ગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલો છે. જે રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માં અને હાલ ૨૦૨૦ માં પણ વારંવાર સંબંધિત વિભાગને પત્ર વ્યવહાર દ્વારા રજૂઆતો કરી છે. પરંતુ ત્રણ-ત્રણ વર્ષથી અટવાયેલા પ્રશ્ને અધિકારીઓ મચક આપતા નથી. ત્રણ વર્ષથી સમસ્યા અણ ઉકેલ છે.ત્યારે મિલીભગત પણ હોઈ શકે તેવો આક્ષેપ કર્યો હતો. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ રીપેર કરવા લોકમાંગ ઉઠી રહી છે.

(11:45 am IST)