Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

દામનગરમાં પેવર બ્લોક ઉખડી ગયા

દામનગરઃ શહેરના પેવરબ્લોક રસ્તા ઓ બિસ્માસઙ્ગ અનેક પેવરબ્લોક રોડ ના પેવર એકાએક બહાર આવ્યા છે. સતત વરસતા વરસાદે પાલિકા તંત્ર ની પોલ ખોલી ખોડિયાર ચોક, શાકમાર્કેટ, ગંધિયા શેરી, સિપાઈ શેરી, લુહાર શેરી, મુખ્ય બજારો, જૂની શાકમાર્કેટ, સરદાર ચોક, સહિત સોસાયટી વિસ્તારમાં પેવરબ્લોક રોડના પેવરબ્લોક આડા અવળા થવા લાગ્યા પેવરબ્લોકની ગોઠવણ વિખાઈ રહી છે અનેક જગ્યા એ પેવરબ્લોક ગાયબ થવાથી મોટા ખાડા ઓ પડ્યા છે. દામનગર શહેરભરની મુખ્ય બજારો શેરો ઓ વિવિધ સોસાયટીઓમાં કરોડોના ખર્ચે નાખેલ પેવરબ્લોક એકાએક કેમ વિખાઈ રહ્યા છે ? તેવો સવાલ ઉભો છે. શહેરભરમાં પેવરબ્લોક રસ્તાઓ બન્યા બાદ ભૂગર્ભ ગટર નાખી દરેક રસ્તા ઓ તોડ્યા બાદ યોગ્ય સમારકામ ન કરતા શહેરના દરેક રસ્તા ઓ ની સ્થિતિ ભય જનક મુખ્ય બજારોમાં વાહન ચાલકો કે રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે પાલિકા તંત્ર તાકીદે શહેરના રસ્તાઓ રીપેર કરાવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી રહી છે.  (તસ્વીરઃ વિમલ ઠાકર- દામનગર)

(11:45 am IST)