Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઓખા ભાજપ દ્વારા દ્વારકા પાલિકાના હોદે્ેદારોનુ સન્માન

મીઠાપુરઃ ઓખા મંડળ તાલુકાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકા નગરપાલિકામાં આગલી ટર્મ પૂરી થતાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ તરીકે જયોતિબેન સામાણી, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઇ વાઘેલા અને સાશક પક્ષના નેતા તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજાને નીમવામાં આવ્યા હતા. આ નવનિયુકત હોદ્ેદારોને ઓખા ભાજપ મહામંત્રી આનંદભાઇ હરખાણી, ઓખા શહેર ભાજપ ઉપપ્રમુખ રવિભાઇ પરમાર ઓખા શહેર ભાજપના હિંમતભાઇ વિઠ્ઠલાણી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર દ્વારા શ્રી દ્વારકાધીશની છબી અર્પણ કરી શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:44 am IST)