Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાવનગર-બોટાદ સાંસદના પ્રતિનિધિ તરીકે ઉમેશ મકવાણાનું રાજીનામું: ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

ભાવનગર તા. ર૬ :.. ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદનાં પ્રતિનિધિ તરીકે તથા ઝેઙ આર. યુ. સી. સી. નાં મેમ્બર તરીકે ઉમેશભાઇ મકવાણાએ રાજીનામુ આપી સાંસદ સામે ભ્રષ્ટાચાર-લાંચ લેવાનાં ગંભીર આક્ષેપો કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીનાં બોટાદ શહેર મહામંત્રી, ભાવનગર જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ બક્ષીપંચ મોરચો સહિત અનેક હોદાઓ પર રહી ભાજનાં કાર્યકર તરીકે વર્ષાથી કામ કરતાં અને ભાવનગર-બોટાદ લોકસભા સાંસદમાં પ્રતિનિધી તથા ઝેઙ આર. યુ. સી. સી. મેમ્બર ઉમેશભાઇ એન. મકવાણાએ પત્રકાર પરીષદમાં તેમનાં હોદાઓ પરથી રાજીનામુ આપી અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રકરણ, ગ્રાન્ટ, રેલ્વે, નેશનલ હાઇવે વિગેરેનાં કામોમાં લાંચ અને ભ્રષ્ટ્રાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. પોતે હોદા પર હોય ભ્રષ્ટાચાર જોઇ શકતા ન હોય. તેઓ રાજીનામુ આપી રહ્યા હોવાનું કાયમ ભાજપનાં જ કાર્યકર્તા તરીકે રહેશે તેમ જણાવ્યું હતું. સત્તાધારી ભાજપનાં જ એક આગેવાન દ્વારા તેમના જ પાર્ટીનાં ચૂંટાયેલા પદાધિકારી સામે ગંભીર આક્ષેપો કરાતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(11:43 am IST)