Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઉના નેશનલ હાઇવે ઉપર ખાડા બુરવામાં ધ્યાન તંત્ર ધ્યાન આપતુ નથીઃ યુવા કોળી સંગઠન દ્વારા નવતર રજુઆત

લોક ફાળો કરીને નેશનલ હાઇવે સત્તાવાળાઓને ડ્રાફટ મોકલવા તજવીજઃ મુખ્યમંત્રીને આવેદન મોકલ્યું

(નવીન જોષી દ્વારા) ઉના તા.ર૬ : શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેમાં પડેલા મોટા ખાડાઓ બુરવાની માગણી સાથેયુવા કોળી સંગઠન ઉના દ્વારા લોકફાળો ભેગો કરી નેશનલ હાઇવે સતાવાળાઓએ ડ્રાફટ મોકલવા તજવીજ હાથ ધરી છે. તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી નવતર રજુઆત કરી હતી.

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે રોડ છેલ્લા ત્રણ મહિનાથી ભારે વરસાદ કે અન્ય કારણોસર મોટા ખાડાઓ પડી જતા શહેરમાંથી પસાર થતા રોકડીયા હનુમાનજી મંદિર, મચ્છુન્દ્રી નદીનો પુલ, વડલી ચોક એસ.ટી. બસ સ્ટેન્ડ ત્રિકોણબાગથી ટાવર ચોક, ટાવર ચોકથી ગોંદરા ચોક, સરકારી હોસ્પીટલથી વેરાવળ સુધીનો રોડ અતિ બિસ્માર થઇ ગયેલ છે.

તંત્ર દ્વારા મરામત કાર્ય કરાતુ ન હોય તેથી યુવા કોળી સંગઠન ઉનાના ઉપપ્રમુખ વિનોદભાઇ બાંભણીયા તથા આગેવાનો અલ્પેશભાઇ બાંભણીયા (અપ્પુ) રસીકભાઇ ચાવડા, ભરતભાઇ શિંગડ, ધર્મેશભાઇ જેઠવા અને કાર્યકરોએ બિસ્માર રોડ બાબતે લોકફાળો ઉઘરાવી અને ગુજરાત સરકારના મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સંબોધેલ આવેલનપત્ર ઉના પ્રાંત કચેરીએ જઇ આપેલ હતું અને જણાવેલ કે રોડની મરામત તથા ખાડા બુરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું અને નેશનલ હાઇવેના અધિકારીઓની ઉંઘ ઉડાડવા રૂ.૧૩૧૮ નો લોકફાળાનો ડ્રાફટ હાઇવેના અધિકારીને મોકલવા તજવીજ હાથ ધરી છે.

છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઇવે દ્વારા ઉનામાંથી પસાર થતો રોડ ચોમાસા બાદ મરામત કરી અને ડામરથી પેવર કરવામાં આવેછે પરંતુ તેમાં યોગ્ય નિયમ મુજબ કામગીરી કરવામાં આવતી નથી તેમજ આ કામમાં જે મટીરીઅલ વાપરવામાં આવે છે. તેમાં પણ મોટાપાયે નબળુ છે.

(11:39 am IST)