Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

દામનગર શહેરની કે.કે.નારોલા પ્રાથમિક શાળા સંકુલનું સેનીટાઇઝ કરી આરોગ્ય તપાસનો પ્રારંભ

તમામ વેપારી સફાઇ કર્મીઓનું હેલ્થ ચેકિંગ કરાયું જરખિયા પી.એ.સી. દ્વારા રેપીડ ટેસ્ટની કામગીરી

(વિમલ ઠાકર દ્વારા)દામનગર,તા. ૨૬: દામનગરની કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે જરખિયા પી એ સી દ્વારા આરોગ્ય તપાસ અને શાળા સંકુલને સેનીટાઇઝ કરી પ્રારંભ કરતા જરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ કર્મીઓ દામનગર શહેર ના તમામ સફાઈ કર્મચારીઓ નાના મોટા વેપાર ધંધા ઓ ખાણીપીણીનો ધંધો કરતા હોટલ રેસ્ટોરન્ટ ચાની કીટલીઓ સહિતનાઓનું હેલ્થ ચેકિંગ કરાયું અને શાળા સંકુલ ને સંપૂર્ણ સેનીટાઇઝ કરાયું.

જરખિયા પી એ સી દ્વારા શહેર ભરના વેપારીઓ સફાઈ કર્મીઓની આરોગ્ય તપાસ શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો ધરાવતા તપાસના પ્રારંભ સાથે શાળા સંકુલને પાલિકા તંત્ર દ્વારા સેનીટાઉઝ કરવામાં આવ્યું હતું.

(11:35 am IST)