Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

તળાજા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપના સભ્યને પ્રમુખપદ આપી કમળને કચડયુ

ભાજપના બે સભ્યોને પોતાની તરફેણમાં લાવવા કોંગ્રેસના રાત ઉજાગર ફળ્યા : પ્રમુખ તરીકે વિનુભાઇ વેગડ ઉપપ્રમુખ તરીકે શકિતસિંહ વાળા એક એક મતે વિજેતા

ભાવનગર તા.૨૬ : તળાજા નગરપાલિકા ની વર્તમાન બોડી ની બીજી અને આખરી પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી આજે ભારે ઉત્ત્।ેજના ભર્યામાહોલ મા યોજાઈ. ભાજપનો મેન્ડેડ લઈને આવેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને મહુવા ના ધારાસભ્ય આર.સી. મકવાણા ને વારંવાર મેન્ડેડ ફેરવવા ની ફરજ પડી હતી. તેમ છતાંય દોઢ દાયકા બાદ કોંગ્રેસ ભાજપમાં બળવો કરાવવામાં સફળ રહીને સતાસ્થાને બેસવામાં સફળ રહયુ.

સભા અધ્યક્ષ પ્રાંત અધિકારીને વારંવારકહેવુ પડતું હતુંકે જે સભ્યો બહાર હોય તે સભાખંડમાં આવી જાય. તેમ છતાંય અંતિમ ઘડી સુધી ભાજપના મોવડીઓ, સંગઠન હોદ્દેદારો, નગરસેવક સભાખંડની અંદર બહાર આવતા જતા રહેતા આખરે સભાખંડ નું બારણું બંધ કરવાની ફરજ પડી હતી.આથી છેલ્લી ઘડીએ સમય વીતતો જતો હોય તેવી સ્થિતિમાં જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા એ બારી માંથી ફેરફાર કરેલ મેન્ડેડ આપવા ની મથામણ કરવી પડીહતી.જેનો કોંગ્રેસ અંદર રહેલા સભ્યો અને બહાર ઉભેલા કાર્યકરો વિરોધ કરતા રહ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ ચૂંટણી માં ભાજપના સભ્ય વિનુંભાઈ વેગડ અને લાડૂબેન બેચરભાઈ રાઠોડ છેલ્લી દ્યડીએ કોંગ્રેસના ખેમાંમાં ભળી ગયા હતા.કોંગ્રેસના ખેમાંમાં ભળી ગયેલા વિનુભાઈ વેગડ નું પ્રમુખ તરીકે ઉમેદવારી પત્રક ભરવામા આવ્યો હતું. તેની સામે ભાજપ ના રમાબેન ડાભી એ ઉમેદવારી પત્રક  ભરયુ હતું.ચૂંટણી થતા વિનુભાઈ વેગડ ને ૧૪ અને રમાબેન ડાભી ને ૧૩ મત મળ્યાહતા. એજ રીતે કોંગ્રેસના શકિતસિંહ વાળા એ ઉપ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેની સામે ભાજપ માંથી આઈ.કે.વાળા એ નોંધાવી હતી.તેમાં પણ ભાજપ ની એકમતે હાર થઈ હતી.

ભાજપ ના એક સભ્ય ઇમરાન ભૂરાણી  કોર્ટ કાર્યવાહી અનુસંધાને હાજર રહી શકયા ન હતા. પાલિકા અધ્યક્ષ દક્ષાબા સરવૈયા, નગરસેવીકા જયોત્સનાબેન સરવૈયા બંને હોમ કોરોન્ટાઈન હોય આરોગ્ય વિભાગ દ્વારા પીપીઈ કીટ પહેરાવી ને મતદાન માટે લાવી અલગ બેસાડવામાં આવ્યા હતા.

જિલ્લા ભાજપ ના મહામંત્રી,ઉપાધ્યક્ષ તળાજા મેન્ડેડ લઈ આવેલ. એમ.કે સ્કુલ માં ભાજપ ના નગરસેવકો ને એકઠા કરી અહીં વહીપ આપીસહી લેવામાં આવતી હતી. મેન્ડેડ માં પ્રમુખ તરીકે ડો.મારડીયા જાહેર થતા હતા.એ સમયે વિનુભાઈ વેગડ પણ સ્કુલ મા આવી મોવડીઓને મળ્યા હતા. ત્યાં ચર્ચા કરીને વહીપ માં સહી કર્યા વગરજ ચાલ્યા ગયા.સીધાજ કોંગ્રેસ સાથે ચર્ચા કરી.ચર્ચા ના અંતે પંદર મિનિટમાજ કોંગ્રેસે નિર્ણય લીધો વિનુભાઈ ને પ્રમુખ પદઆપી દેવું. જો તેમ ન થાય તો ભાજપ માંથી વહેલી સવારે તોડી ને લવાયેલ લાડૂબેન રાઠોડને એક મત નું છેટું રહેતું હતું. વિનુભાઈ કોંગ્રેસ ના ખેમામાં હોવાની વાત ભાજપને અંતિમક્ષણો માં ખબર પડતાં જ્ઞાતિવાદનું રાજકારણ ખેલાયૂ. રમાબેન ડાભી ને પ્રમુખ તરીકે નો મેન્ડેડ તૈયાર થયો. પણ ભાજપ માટે એ મોડું થઈ ગયુ હતુ. જોકે લાડૂબેન પાસે વહીપ મા ભાજપે સહી લીધી છે. પણ ભાજપ માટે તપાસ નો વિષય એ છેકે વિનુભાઈ ને ભાજપ કયાંય સહી કરાવે તો ન કરવી એ સલાહ કોઈએ આપી હતીકે?

ચૂંટણી અધિકારી દક્ષેશ મકવાણા એ જણાવ્યું હતુંકે ભાજપ ના સંગઠન અધ્યક્ષ ડો.મારડીયા તરફ થી કોંગ્રેસના નગરસેવક મુસ્તાકભાઈ મેમન છેલ્લી ત્રણ અથવા ચાર સામાન્ય સભામાં ગેર હાજર હોય સભ્ય પદ રદ કરી ચૂંટણી માં આપેલ મત રદ કરવો તેવી રજુઆત લેખિત માં કરવામાં આવી છે.જેને લઈ સાહિત્ય મંગવવા માં આવ્યું છે.જોકે ચૂંટણી અધિકારી એ ઉમેર્યું હતુંકે સત્ત્।ાવાર રીતે ગેરલાયક ઠરેલ હોય તોજ મત ન આપી શકે.એ પ્રોસીઝર ભાજપે વહેલા કરી હોત તો આજે પરિણામ જુદું હોત.

કોંગ્રેસ સાથે છેલ્લી ઘડીએ હાથ મેળવી અચાનક રાજયોગ વિનુભાઈ વેગડ નો શરૂ થઈ ગયો. એક મત ની બહુમતી સાથે પ્રમુખપદનો તાજ પહેરનાર વિનુભાઈ વેગડ એ જણાવ્યું હતુંકે ભાજપ મા ભ્રષ્ટાચાર વધ્યો એટલે છેડો ફાડયો. તળાજા ના વિકાસ ના કામો ભ્રષ્ટાચાર વગર થશે. લોકો ને સહકાર આપવા અપીલ કરી હતી. ચર્ચા એવી છેકે વિનુભાઈ ને ભાજપ સાથે છેડો ફાડતા પ્રમુખપદ મળ્યું. લાડૂબેન ને શુ મલ્યૂ? નોંધનીય છેકે વિનુભાઈ વેગડ અગાઉ રસ્તા ના મામલે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છેનો અવાજ ઉઠાવવાતા હતા.તેઓની વાત ને ન સ્થાનિક લેવલે સાંભળવામાં આવી કે ન જિલ્લા સંગઠન દ્વારા.જેનું આજે પરિણામ ભાજપ ને જ ભોગવવું પડયૂ.

જિલ્લા ભાજપ સંગઠન ના ઉપ પ્રમુખ એ પ્રતિક્રિયા આપી હતીકે દરેક સભ્યોને વહીપ આપવામાં આવ્યો હતો. તેમ છતાંય બે સભ્યો એ પક્ષ વિરુદ્ઘ કામ કરયુ છે.પક્ષાંતર ધારા હેઠળ સરકાર મા અપીલ દાખલ કરી સભ્ય પદ રદ કરાવી પુનઃ  ભાજપ નું સાશન લાવીશું.

(11:34 am IST)