Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગારીયાધાર પંથકના ખેડુતો સતત વરસાદમાં

ગારીયાધારઃ વધારે પડતા વરસાદના કારણે તલ-અડદ-મગ પાકોને નુકશાની

ગારીયાધાર તા. ર૬ : ગારીયાધાર તાલુકામાં સતત છેલ્લા એક  માસથી વાદળછાયા ધાબડીયા વાતાવરણ સાથે વારંવાર વરસેલા વરસાદના કારણે તલ-મગ-અડદ જેવા પાકોને વધારે પાણી લાગી જતા બળી જવા પામ્યા છે. જેના કારણે ખેડુત  વર્ગમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ગારીયાધાર તાલુકામાં ગત વર્ષમાં કપાસમાં ગુલાબી ઇયળોનો ત્રાસથી કપાસની ઉપજ ઓછી થવાના કારણે તમામ ખેડુતો દ્વારા પાકની ફેરબદલી કરવામાં આવી છે. જેમાં મગફળી, તલ, મગ, અડદ, એરડા, કપાસ, મકાઇ અને જુવાર સહિતના ફેરબદલ પાકોની વાવણી કરાઇ હતી. કેટલાક ખેડુતો દ્વારા ઓર્ગેનીક પધ્ધતિથી શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. પરંતુ હાલના સમયના સતતત વરસેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં પાકોને વધારે પાણી લાગી જતા પાકો બળી જવાની સમસ્યા ઉભી થઇ છે. જેમાં તલ-મગ-અડદ સહિતના પાકો બળી જવા પામ્યા છે. જયારે કપાસ અને મગફળીમાં વધારે પાણીની અસર જોવા મળી છે જેના કારણે ખેડુતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

વળી ચાલુ વર્ષમાં વરસાદી આંકડાઓ જોતા ગારીયાધાર પંથકમાં ૮૯% વરસાદ બે માસમાં વરસી ગયો છે એવરેજ પંથકમાં સરકારી આંકડાઓ પ્રમાણે ૪૬૩ મી.મી.વરસાદ પડતો હોય છે.ે જેમાં ૪૧૪ મી.મી.વરસાદ પડી ચુકયો છે.

જયાં વાવેતરની દ્રષ્ટીએ સરકારી આંકડા પ્રમાણે ગારીયાધાર પંથકમાં ચાલુ વર્ષે ૯૭પ હેકટરનું તલનુ વાવેતર છે જે સધળો પાક બળી જવા પામ્યો છે.

(11:32 am IST)