Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પૂ.હર્ષીદાબાઇ મ.સ.નો સંથારો સીજ્યોઃ પાલખીયાત્રા

પૂ. વિશાખાબાઇ મ.સ.એ ગઇ કાલે બપોરે જંકશન પ્લોટ ઉપાશ્રય ખાતે સંથારો ગ્રહણ કરાવેલ : ૬૫ વર્ષીય સાધ્વીરત્નાએ ૧૯૮૩માં કાલાવડમાં કરેમી ભંતેના પાઠ ભણેલ : ૩૭ વર્ષનો દીક્ષા પર્યાય

જય જય નંદા, જય જય ભદ્રા : જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘમાં બિરાજમાન પૂ. શ્રી હર્ષીદાબાઇ મ.સ.નો ગઇકાલે રાત્રે ૯ કલાકે સંથારો સીજી જતા આજે સવારે પૂ.શ્રીની પાલખીયાત્રા નિકળી હતી. મર્યાદીત સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને શ્રાવક-શ્રાવીકાઓએ સાધ્વીરત્ના પૂ. હર્ષીદાજી મ.સ.ને ભાવાંજલી અર્પણ કરેલ. પૂ.શ્રીની પાલખીયાત્રા રામનાથપરા ખાતે વિરામ પામી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૨૬: ગોંડલ સંપ્રદાયના અનશન આરાધક સાધ્વીરત્ના પૂ. હર્ષીદાબાઇ મ.સ.ને ગઇ કાલે પૂ.ધીરૂગુરૂદેવ તથા શાસન ચંદ્રીકા હીરાબાઇ મ.સ.ની અનુજ્ઞાની પૂ.સમય-પ્રભા-દિવ્ય ગુરૂણીના સુશિષ્યા પૂ.વિશાખાબાઇ મ.સ.ના શ્રીમુખેથી બપોરે ૪:૧૬ કલાકે આજીવન સંથારો અંગીકાર કરેલ. રાત્રે ૯:૦ કલાકે સમાધિભાવે સંથારો સીજી ગયો હતો. આજે સવારે ૯ કલાકુ જય-જય નંદા, જય -જય ભદ્રાના નાદ સાથે જંકશન પ્લોટ ઉપાશ્રય ખાતેથી કોવીડ-૧૯ની ગાઇડ લાઇન અનુસાર પાલખીયાત્રા નીકળી રામનાથ પરા પહોંચી હતી.

ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.સહિત સંત સંતીજીઓએ ગુણાંજલી અર્પણ કરેલ. પૂ.હર્ષીદાબાઇ મ.સ.ની કલકતામાં ગુણાનુવાદ સભા શનિવારે સવારે ૯: ૩૦ કલાકે યોજાશે.

સૌરાષ્ટ્રના કાલાવડ ( શીતલા ) ની પાવન ભૂમિ ઉપર તા.૧૦/૫/૫૫ ના તેઓએ ધર્મ પરાયણ પિતાભગવાનજીભાઈ અને ધર્મ વત્સલા રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેનની કૂખે વોરા પરિવારના ખોરડે તેઓનો જન્મ થયેલ.પરિવારજનોએ આવનાર બાળકીનું નામ હર્ષિદા રાખ્યું.ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો કુલ સાત ભાઈ - બહેનોના પરિવારમાં તેઓનો ઉછેર થયો.જામનગર સ્થિત જવાહરભાઈ મણીલાલ મહેતા તેઓનું મોસાળ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે કાલાવડ ગામ જ એવું છે કે પ્રત્યેક જૈન પરિવાર ધર્મથી ભાવિત અને પ્રભાવિત થાય છે.આ ભૂમિ ઉપરથી અનેક આત્માઓ દીક્ષિત થયા છે.કુમારી હર્ષિદાને જૈનશાળામાં નિયમિત જવાનું. ધર્મ અભ્યાસમાં પણ સૌથી આગળ હોય.કાલાવડ સંદ્યના ઉત્સાહિ પ્રમુખ પ્રફુલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને તા.૧૫/૫/૧૯૮૩ ના શુભ દિને ૨૮ વર્ષની વયે કાલાવડની ધન્ય ધરા પર ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સાધ્વીરત્ના શાસન રત્ના સ્વ.પૂ.નર્મદાબાઈ મ.સ.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણીઙ્ગ સંયમ ધર્મનો સ્વીકાર કર્યો.પૂ.વખતબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. હંસાબાઈ મ.સ.ના સુશિષ્યા જાહેર થયા.

શાસનચંદ્રિકા ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.વિશાખાજી મ.સ.એવમ. પૂ.હર્ષિદાજી મ.સ.એ સૌરાષ્ટ્ર, હાલાર - જામનગર,ઓખા,દ્રારકા વગેરે ક્ષેત્રોમાં જિનાજ્ઞા મુજબ વિચરણ કર્યું. અત્રે નોંધનીય છે કે સાધ્વીરત્ના પૂ.હર્ષિદાજી મ.સ.ના સંયમજીવનમાં પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.અનેક રીતે સહાયરૂપ બનેલ.ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલમાં સાધ્વી રત્ના પૂ.દયાબાઈ મ.સ.આદિ સતિવૃંદ સાથે કરેલું ચાતુર્માસ પૂ.હર્ષિદાજી માટે અવિસ્મરણીય રહ્યું.ગત ચાતુર્માસ તેઓનું રાજકોટ જૈનચાલ સંઘમાં હતું. ચૈત્રમાસની આયંબિલ ઓળીની આરાધના પણ જૈન ચાલ સંદ્યમાં કરેલ.સંઘ પ્રમુખ પરેશભાઈ સંદ્યાણી આદિ સેવાભાવી કાર્યકરોએ અજોડ સેવા - વૈયાવચ્ચનો લાભ લીધેલ.

પૂ. શ્રી ૨૦૨૦ નું ચાતુર્માસ રાજકોટ જંકશન પ્લોટ ઉપાશ્રયમાં વ્યતિત કરી રહ્યાં હતા.સંઘ સેવકો હિતેનભાઈ મહેતા,કમલેશભાઈ કોઠારી વગેરે સેવામાં ખડેપગે હાજર રહેતા. ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી,મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી,રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,ઈન્દ્રપ્રસ્થનગર સંઘના જયશ્રીબેન શાહ,જામનગર સંઘ પ્રમુખ પંકજભાઈ શાહ વગેરે અગ્રણીઓ અવાર - નવાર પૂ.હર્ષિદાજી મ.સ.ના દર્શનાર્થે આવી આરોગ્યની પૃચ્છા કરેલ.સેવાભાવી ડો. મનીષભાઈ મહેતા,ડો.ચેતન પટેલ તથા ડો. કેતનભાઈ મહેતાની સેવા પ્રશંસનીય રહી હતી.

સાધ્વી રત્ના પૂ.હર્ષિદાજી મ.સ.અસહ્ય વેદના વચ્ચે પણ તેઓનો સમાધિભાવ અજબગજબનો છે.નિશ્રાદાતા પૂ.વિશાખાજી મ.સ.પણ અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચમાંઙ્ગ સતત રત રહેલ.

ગઈકાલે તા.૨૫ ના રોજ સાંજે ૪ૅં૨૩ કલાકે રાજકોટ મોટા સંદ્ય સંચાલિત જંકશન પ્લોટ ઉપાશ્રય ખાતે પૂ.વિશાખાજી મ.સ.એ પૂ.હર્ષિદાજી મ.સ.ને સંથારા - અનશન વ્રતના પચ્ચખાણ અંગીકાર કરાવેલ તેમ મોટા સંદ્યના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું હતું.

(11:29 am IST)